Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

મુંબઈમાં સ્થાયી થયેલા મહેતા પરિવારે વતનમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કર્યું: બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો.

મોરબી : મમતા કમલેશભાઈ મહેતા મુંબઈમાં સ્થાયી થયા છે જેમના લગ્નપ્રસંગને ધ્યાનમાં લઈને તેઓએ પોતાના વતન મોરબી ખાતે એક દિવસીય નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું

મોરબી ખાતે લીલાપર રોડ નીલકમલ સોસાયટી હનુમાનજી મંદિર ખાતે સવારથી બપોર સુધી કેમ્પ યોજાયો હતો જેમાં જાણીતા સેવાભાવી ડો. હસ્તીબેન મહેતાએ બહોળી સંખ્યામાં આવેલ દર્દીઓને તપાસી ત્રણ દિવસની દવા ફ્રીઆપી હતી તો આંખના ડો. ચિંતન મહેશ્વરીએ ૫૦ દર્દીઓની આંખો તપાસી દવા તેમજ ટીપા વિતરણ કર્યા હતા તેમજ દર્દીઓના વજન, બીપી અને બ્લડ સુગરનું વિનામૂલ્યે ચેકિંગ કરાયું હતું અને ત્રણ દિવસની દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું
કેમ્પને સફળ બનાવવા ચન્દ્ર્લેખાબેન મહેતા, કેતનભાઈ મહેતા, રશ્મીભાઈ દેસાઈ, કોઠારીભાઈ , જીગરભાઈ ભટ્ટ અને જેસંગભાઈ ભાખોડિયા, દિનેશભાઈ ચૌહાણ, નવીનભાઈ ચૌહાણ, ભગવાનજીભાઈ શાહ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

   
 
   
(11:10 pm IST)