Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

હું કોઈની અંગત ટિપ્પણી નહીં કરૃઃ મોદીજીની ભાષા અયોગ્યઃ રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષે બીદર ખાતે જંગી જનસભા સંબોધીઃ ભાજપે ભષ્ટ્ર વ્યકિતની મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યાનો તીખો પ્રહાર કર્યો

કોંગ્રેસની જન આર્શીવાદ યાત્રાનો આઠમો તબકકો શરૃઃ કોંગ્રેસ અધ્યક્ષે બીદરના ઔરદ, ભાલ્કી અને હુમનાબાદમાં નુકકડ સભાઓ કરી

બેંગલુરૂ, તા.૩: કર્ણાટકની ચૂંટણી ૧૨મી એ યોજાવાની છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના ટોચના નેતાઓનો આજે એક સાથે ચૂંટણી પ્રચારમાં જમાવડો થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ, યુપીના મુખ્યમંત્રી યોગી સહીતના ભાજપના નેતાઓ જોરસોરથી પ્રચાર કરી રહયા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કર્ણાટકને ધમરોળી રહયા છે.

રાહુલ ગાંધીએ બિદર ખાતે જનસભાને સંબોધન કરતા જણાવેલ કે ભાજપે કર્ણાટકના મુખ્યમંત્રી પદ માટે ભષ્ટ્ર વ્યકિતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. મોદીજી જયારે ધબરાય છે ત્યારે તેઓ લોકો ઉપર વ્યકિતગત ટિપ્પણીએ કરે છે મને ગમે તેવું કહે તો  પણ હું મારા વડાપ્રધાન ઉપર વ્યકિગત ટિપ્પણી નહીં કરૂ. તેમણે રેડ્ડી બંધુઓની તુલના શોલે ફિલ્મના ગબ્બર અને સાંભા સાથે કરી જણાવેલ કે તમે ગબ્બરસિંહની ટીમને કર્ણાટકમાં નાખવા માંગો છો.

કોંગ્રેસ અધ્યક્ષે મોદી ઉપર પ્રહાર કરતા જણાવેલ કે તમે કર્ણાટકની વાત કરો, કે તમે રાજય માટે શું કરશો? તેમણે વડાપ્રધાન પદને શોભા ન આપતી હોય તેવી વાતો નરેન્દ્રભાઈ કરતા હોવાનું જણાવી ઉમેરેલ કે તેમની વાતોમાં વજન હોવું જોઈએ. ભાજપે બધાને ટીકીટો આપી છે. ભષ્ટ્રાચાર વિરૂધ્ધની વાતો કરનાર ભાજપે પોતાના મુખ્યમંત્રી તરીકે ભષ્ટ્ર વ્યકિતને જાહેર કર્યા છે. તેમણે કોંગ્રેસની વિચારધારા એકતા અને કરૂણાની હોવાનું જણાવી આરએસએસ નફરત ફેલાવતી હોવાનું ઉમેર્યું હતું.

(3:57 pm IST)