Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

આધારમાં ચેડા કરી શકે તેવા સોફટવેરનો ધૂમ વેપારઃ PF પોર્ટલનો ડેટા હેક

રૂ. ૫૦૦ - રૂ. ૨૦૦૦માં વેચાતું મળતું સોફટવેર ડેટામાં ચેડા કરી શકે છે

નવી દિલ્હી તા. ૩ : આધારમાં ગોટાળાનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. આધાર એનરોલમેન્ટ સોફટવેરના જેલબ્રોકન કે સુધારેલા વર્ઝનથી કોઈપણ વ્યકિત યુઆઈડીના ડેટાબેઝમાં નવી એન્ટ્રી પાડી શકે છે અથવા તો વર્તમાન ડેટામાં સુધારો પણ કરી શકે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ પ્રકારનું સોફટવેર બજારમાં રૂપિયા ૫૦૦થી રૂપિયા ૨૦૦૦માં વેચાઈ રહ્યું છે, તેમ એશિયા ટાઈમ્સના અહેવાલમાં કહેવાયું છે.ઙ્ગઙ્ગ

સરકાર દ્વારા આધારનો ડેટા ક્રિયેટ કરવા માટે જે સોફટવેર વપરાય છે તે ચ્ઘ્પ્ભ્ તરીકે ઓળખાય છે. આ પ્રકારનું સોફટવેર સરકારે જેમને કોન્ટ્રાકટ આપ્યો છે તે ઓપરેટર જ વાપરી શકે છે અને એ લોકો જ આધાર નંબરનું સર્જન કરી શકે છે. બીજી તરફ, પ્રોવિડન્ટ ફંડ રાખનારા ૨.૭ કરોડ સભ્યોના ડેટા હેક થયા હોવાની ગંભીર વિગતો પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સરકારે આ પોર્ટલ બંધ કરી દીધું છે.ઙ્ગ

જોકે, હવે એવું બહાર આવ્યું છે કે આ સુરક્ષાપ્રણાલિનો પણ ભંગ થઈ રહ્યો છે. પંજાબ સ્થિત એક ઓપરેટરના સંખ્યાબંધ વ્હોટ્સ એપ મેસેજિસમાં કહેવાયું છે કે ECMP સોફટવેરના જેલબ્રેક વર્ઝનથી આધારના ડેટા સાથે ચેડાં થઈ શકે છે. આ પ્રકારનું સોફટવેર લેપટોરમાં ઈન્સ્ટોલ કરી શકાય છે અને ખતરનાક બાબત એ છે કે તેમાં ઓપરેટરનું નામ અને લોકેશનને બાયપાસ કરીને આગળની વિધિ સરળતાથી પાર પાડી શકાય છે.ઙ્ગ

ઙ્ગતેઓ અર્થ એ થયો કે કોઈપણ વ્યકિત ઓપરેટર બનીને આધાર નંબર ઊભો કરી શકે છે, કોઈના પણ આધાર ડેટામાં ચેડાં કરી શકે છે અને તેને સુધારી કે બદલી પણ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI) અને કેટલાંક રાજયોની પોલીસને છેલ્લાં છ મહિનામાં આ અંગે ઘણી ફરિયાદો મળી છે. કેટલાંક અપરાધી તત્વો આ પ્રકારના બાયોમેટ્રીક ડેટાનો ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છે.ઙ્ગઙ્ગ

દરમિયાન, એમ્પલોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ બુધવારે કોમન સર્વિસ સેન્ટર (CSC) સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. EPFOનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જયારે CSC દ્વારા જેનો ઉપયોગ કરાય છે તે સરકારી વેબસાઈટ aadhaar.epfoservices.comમાંથી હેકર્સે સબસ્ક્રાઈબર્સ ડેટાની ચોરી કરવાના અહેવાલો છે. આ વેબસાઈટ ઈલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હસ્તક આવે છે.ઙ્ગઙ્ગ

EPFOના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર વીપી જોયે CSCના દિનેશ ત્યાગીને એક પત્ર લખીને આ અંગેની ચેતવણી આપી હતી. તેમણે લખ્યું હતું કે, આ સોફટવેરમાં ડેટા અંગે કેટલીક ગરબડો સર્જાવાને કારણે તેને ૨૨ માર્ચથી બંધ કરવામાં આવ્યું છે. જોકે, તેમાં એવું પણ કહેવાયું છે કે ડેટા લીકની કોઈ ઘટના તેમની જાણમાં નથી. EPFOએ ડેટા લીક ન થાય તે માટે પગલાં ભર્યાં છે.

(2:50 pm IST)