Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

શ્રીલંકાના વડાપ્રધાન સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપશે રાષ્ટ્રપતિની પાર્ટી

અવિશ્વાસ પ્રસ્તાવ પર રાતથી જ મુખ્ય નેતાઓ વચ્ચે ચર્ચા

 

કોલંબોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેનાની પાર્ટીએ સાંસતમાં ફસાયેલી વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને  જણાવી દીધું કે તે સંયુક્ત વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે. વિક્રમસિંઘે (68) સિરીસેનાની શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (એસએલએફપી)ની સાથે ગઠબંધનમાં રાષ્ટ્રીય એકતા સરકારનું નેતત્વ કરી રહ્યાં છે.કાલે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. અવિશ્વાસ પ્રસ્તાવ પર રાતથી મુખ્ય નેતાઓ વચ્ચે ચર્ચા ચાલુ છે

 

  રાજનીતિક સૂત્રોએ જણાવ્યું કે, વરિષ્ઠ એસએલએફપી નેતા તથા વિમાન મંત્રી નિમલ સિરીપાલા ડે સિલ્વાએ વડાપ્રધાનને આજે સવારે પાર્ટીના નિર્ણયની જાણકારી આપી હતી

કાલે આવનાપા પ્રસ્તાવને સ્પીકર કારૂ જયસૂર્યાને સંયુક્ત વિપક્ષે ગત મહિને સોંપ્યો હતો, સંયુક્ત વિપક્ષે વિક્રમસિંઘે પર આર્થિક ગેરવહીવટ અને ગત મહિને મધ્ય કેન્ડ જિલ્લામાં મુસ્લિમ વિરોધી દંગાને પહોંચી મળવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. એસએલએફપીએ આજે સવારે કહ્યું કે, વડાપ્રધાને પ્રસ્તાવનો સામનો કરવાની જગ્યાએ રાજીનામું આવી દેવું જોઈએ

  વિક્રમસિંઘેની યૂનાઇટિડ નેશનલ પાર્ટી (યૂએનપી)ના એક પ્રવક્તાએ કહ્યું કે, વડાપ્રધાને રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. યૂએનપી નેતા અને રાજ્ય મંત્રી હર્ષ ડી સિલ્વાએ કહ્યું, અમે કાલે પ્રસ્તાવને હરાવીશું. સિરીસેના ઈચ્છે છે કે વિક્રમસિઁઘે હટી જાય તેથી તેની પસંદનો વ્યક્તિ વડાપ્રધાન બની જાય

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેના સમર્થનવાળું સંયુક્ત વિપક્ષ વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘે વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યું છે. સંયુક્ત વિપક્ષના સાંસદ રંજીત સોયસાએ શનિવારે કહ્યું કે, 68 વર્ષિય વિક્રમસિંઘે વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આગામી સપ્તાહે ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ સંસદના અધ્યક્ષને સોંપવામાં આવશે. રાજપક્ષેએ કહ્યું કે તે સરકાર પાડવાની નજીક છે. જેઓએ જણાવ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવાં વિક્રમસિંઘે વિરુદ્ધ છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલા આર્થિક ગેરવહીવટનો પણ આરોપ સામેલ છે. હાલમાં વિક્રમસિંઘેએ મધ્ય કેન્ડી જિલ્લામાં હિંસા ભડક્યા બાદ કાયદો અને વ્યવસ્થા મંત્રીને પદ પરથી હટાવી દીધા હતા

(1:27 am IST)