Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

અમેરિકામાં એરિઝોન સ્‍ટેટના બીજા નંબરના લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી રિપબ્‍લીકન તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી એન્‍થોની સિઝર : પ્રાઇમરી ચૂંટણીમાં કોઇ પ્રતિસ્‍પર્ધી ન હોવાથી વર્તમાન ડેમોક્રેટ લેજીસ્‍લેટીવ મેમ્‍બર સામે જનરલ ચૂંટણી લડશે

એરિઝોન :  અમેરિકામાં એરિઝોના સ્‍ટેટ હાઉસ માટેના બીજા  લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી રિપબ્‍લીકન તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી એન્‍થોની સિઝરએ ઉમેદવારી નોંધાવી છે. તેઓ વર્તમાન ડેમોક્રેટ લેજીસ્‍ટલેટીવ મેમ્‍બર રોસાના ગેબાલ્‍ડોન સામે જનરલ ચૂંટણી લડશે.

૪ર વર્ષીય ઇલેકટ્રીકલ એન્‍જીનીયર શ્રી એન્‍થોની ‘પ્રોબ્‍લેમ સોલ્‍વર' તરીકે આગળ વધવા માંગે છે. ભારતમાંથી  અનાથ તરીકે ૯ વર્ષની ઉંમરે અમેરિકા આવ્‍યા બાદ તેમ ણે ઓરેગોન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી ઇલેકટ્રીકલ એન્‍જીનીયર તરીકેની ડીગ્રી મેળવેલી છે.

આ અગાઉ ર૦૧૪ તથા ર૦૧૬ ની સાલમાં ૧૪માં લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી તેઓ પ્રાઇમરી ચૂંટણીમાં પરાજીત થયા હતા. હવે તેઓ બીજા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાં સ્‍થળાંતર થયા હોવાથી તેમણે ત્‍યાંથી ઉમેદવારી નોંધાવી  છે. તેઓ પિયા કાઉન્‍ટી રિપબ્‍લીકન એકઝીકયુટીવ કમિટીના મેમ્‍બર છે.

શ્રી એન્‍થોની તથા તેમની સાથેના અન્‍ય રિપબ્‍લીકન ઉમેદવાર બંને સામે પ્રાઇમરી ચૂંટણીમાં કોઇ પ્રતિસ્‍પર્ધી ન હોવાથી તેઓ બન્ને વર્તમાન ડેમોક્રેટ લેજીસ્‍લેટીવ મેમ્‍બર સામે બીજા નંબરના ડીસ્‍ટ્રીકટમાંથી જનરલ ચૂંટણી લડશે.

(10:51 pm IST)