Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

આકસ્મિક મૃત્યુના કેસમાં મળેલ વળતરનો લગ્ન પ્રસંગમાં ઉપયોગ ન કરી શકાયઃ રાજસ્‍થાન હાઇકોર્ટનો ચૂકાદો

જયપુરઃ આકસ્મિક મૃત્યુના કેસમાં મળેલ વળતરનો ઉપયોગ લગ્ન પ્રસંગમાં ન કરી શકાય તેમ રાજસ્‍થાન હાઇકોર્ટે અેક ચૂકાદો આપતા જણાવ્યું છે.

એક વિધવા ફૂલી દેવી અને અન્યની અરજી પર સુનવણી કરતાં રાજસ્થાન હાઇકોર્ટના જજ જસ્ટિસ એસપી શર્માએ આ નિર્ણય લીધો. જોકે તેમાં પતિનું અકસ્માતમાં મૃત્યું થયા બાદ વળતરના 2.75 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝીટને સમય પહેલાં જ રિલીઝ કરવાની વિનંતી કરી હતી. તેની પાછળ ફૂલી દેવીએ તર્ક આપ્યો હતો કે જોકે તેમના પુત્રના લગ્ન માટે આ પૈસાની જરૂર છે. તેના પર કોર્ટે જણાવ્યું કે તે પહેલાં જ 4.75 લાખ રૂપિયા કાઢી ચૂકી છે. 

કોર્ટે અરજીને નકારી કાઢતાં કહ્યું કે પરિવાર માટે વિશેષ સુરક્ષા ઉપાયો હેઠળ આ વળતરની રકમ આપવામાં આવે છે. તેને લગ્ન સમારોહમાં ખર્ચ ન કરી શકાય. આ સાથે જ કોર્ટે સામાજિક ન્યાય વિભાગને વિધવાની પુત્રના લગ્નની વ્યવસ્થા સુનિશ્વિત કરવા માટે કહ્યું. 

આ સાથે જ જસ્ટિસ શર્માએ એ પણ કહ્યું કે લગ્નમાં અંધાધુંધ ખર્ચ એક ફેશન બની ગઇ છે. દરેક વ્યક્તિ દેખાડામાં ખર્ચ કરી રહ્યો છે. લગ્નમાં થનાર ખર્ચથી વ્યક્તિની સમાજમાં દરજ્જાનું આકલન કરવામાં આવે છે. જેથી લોકો કારણ વિના સંપત્તિ ખર્ચ કરી દે છે. કોર્ટે કહ્યું કે કેંદ્ર અને રાજ્ય સરકારો લગ્નમાં થનાર ખોટા ખર્ચને રોકવા સંબંધિત કાયદો બનાવો જોઇએ. પ્રાચીન સમયમાં લગ્ન મંદિરમાં થતા હતા અને હવે કોર્ટમાં કરવાની જોગવાઇ છે.

(6:47 pm IST)