Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ચંદ્રાબાબુ નાયડુઅે ટીડીપી માટે ૧પ૦ કરોડનું ફંડ વિજય માલ્યા પાસેથી લીધુ હતુંઃ કોંગ્રેસના સાંસદ ‌વિજય સાઇ રેડ્ડીનો આક્ષેપ

હૈદ્રાબાદઃ ટીડીપી માટે ચંદ્રાબાબુ નાયડુઅે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર વિજય માલ્યા પાસેથી ૧પ૦ કરોડનું ફંડ લીધુ હોવાનો આક્ષેપ કોંગ્રેસના સાંસદ વિજય સાઇ રેડ્ડીઅે કરતા ખળભળાટ મચી ગયોછે.

વાઈએસઆર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ વિજય સાઈ રેડ્ડીએ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ પર ગંભીર આરોપ લગાવ્યો છે. વાઈએસઆર કોંગ્રેસના સાંસદ વિજય સાઈ રેડ્ડીનો આરોપ છે કે ચંદ્રાબાબુ નાયડુએ વિજય માલ્યા પાસેથી ટીડીપી માટે ફંડ લીધું હતું. તેમણે કહ્યુ છે કે ચંદ્રાબાબુ નાયડુએ ગત ચૂંટણી દરમિયાન વિજય માલ્યા પાસેથી દોઢસો કરોડ રૂપિયાનું ફંડ લીધું હતું. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિજય સાઈ રેડ્ડીએ દાવો કર્યો છે કે ચંદ્રાબાબુ નાયડુ હવે દિલ્હીના ચક્કર કેમ કાપી રહ્યા છે અને તેમને કાકા શા માટે કહી રહ્યા છે ? મહત્વપૂર્ણ છે કે વિજય માલ્યા ઘણા લાંબા સમયથી બેંકોના લગભગ નવ હજાર કરોડ રૂપિયાની લોનોનું ફૂલેકું ફેરવીને ભારતમાંથી ફરાર થયો છે. હાલ માલ્યા બ્રિટનમાં છે અને તેને ભારતમાં પાછો લાવવા માટેની કેન્દ્ર સરકાર દ્વારા કોશિશો થઈ રહી છે.

(5:28 pm IST)