Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

પેટ્રોલ- ડીઝલને જીએસટી હેઠળ લાવવા ભાજપ પ્રધાનની અપીલ

નવીદિલ્હીઃ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલિયમ પ્રોડકટ્સને જીએસટી હેઠળ આવરી લેવા જીએસટી કાઉન્સિલને અપીલ કરી છે. તેમણે આશા વ્યકત કરી કે ટૂંક સમયમાં આમ થઇ જશે. પેટ્રોલ- ડીઝલના ભાવ ચાર વર્ષની ટોચે પહોંચી ગયા છે ત્યારે ધર્મેન્દ્ર પ્રધાને કહયું હતું કે 'પેટ્રોલિયમ પ્રોડકટ્સને જીએસટી હેઠળ લેવા હું જીએસટી કાઉન્સિલને અપીલ કરું છેં. સમગ્ર દેશમાં ગ્રાહકોને તર્કબદ્ધ કિમતે પ્રોડકટ્સ મળવી જોઈએ.' પ્રધાને ભારપૂર્વક કહયું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધવાથી દેશમાં પેટ્રોલ- ડીઝલના ભાવ વધી રહયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલના ભાવ લિટરદીઠ ૭૩ રૂપિયાને પાર કરી ગયા છે અને ડીઝલના ભાવ પણ લિટરદીઠ ૬૪ રૂપિયાને પાર કરી ગયા છે.

(4:14 pm IST)