Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

બ્રિટનમાં ભારે હિમવર્ષા - મુશળધાર વરસાદ

૧૦૦ સ્થળે ફલડ એલર્ટ : યલો સ્નો એલર્ટ, ૫ ફૂટ બરફ પડવાની આગાહી

લંડન : બ્રિટનમાં ભારે હિમવર્ષા અને મુશળધાર વરસાદ વરસી રહયો છે. એક તરફ બ્રિટન સહિત સમગ્ર પશ્યિમ વિશ્વમાં ઈસ્ટર વીકની ઉજવણી થઈ રહી છે ત્યારે  બ્રિટનમાં મેઘાવી માહોલ છવાયો છે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે અંદાજિત ૧૦૦ સ્થળે ફ્લડ એલર્ટ અપાયેલ છે તે સાથે યલો સ્નો એલર્ટ પણ જાહેર કરવામાં આવેલ છે.

બીજીતરફ નોર્થ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં અંદાજે ૫ ફૂટ બરફ પડવાની આગાહી થઈ છે. ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્થ આઇલેન્ડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઇબેરિયા તરફથી આવતા વાવાઝોડાંના કારણે યલો વેધર વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે.

(4:14 pm IST)