Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

બ્રિટનમાં ભારે હિમવર્ષા અને મુશળધાર વરસાદ : 100 સ્થળે ફ્લડ એલર્ટ અપાયુ : યલો સ્નો એલર્ટ પણ જાહેર

નોર્થ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં 5 ફૂટ બરફ પડવાની અને ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્થ આઇલેન્ડમાં ભારે વરસાદની આગાહી

 

બ્રિટનમાં ભારે હિમવર્ષા અને મુશળધાર વરસાદ વરસી રહયો છે એક તરફ બ્રિટન સહિત સમગ્ર પશ્ચિમ વિશ્વમાં ઈસ્કર વીકની ઉજવણી થઈ રહી છે ત્યારે  બ્રિટનમાં મેઘાવી માહોલ છવાયો છે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે અંદાજિત 100 સ્થળે ફ્લડ એલર્ટ અપાયુ છે જયારે યલો સ્નો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

  બિહતરફ નોર્થ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં અંદાજે 5 ફૂટ બરફ પડવાની આગાહી છે. ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્થ આઇલેન્ડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઇબેરિયન તરફથી આવતા વાવાઝોડાંના કારણે યલો વેધર વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે.

(9:29 am IST)