Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ઇરફાન પઠાણને જમ્‍મુ-કાશ્‍મીરની ક્રિકેટ ટીમના કોચ તરીકે નિયુક્ત કરાયાઃ આઇપીઅેલની હરરાજીમાં ઇરફાન પઠાણનો કોઇ ખરીદદાર ન મળ્યા

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઇરફાન પઠાણને જમ્‍મુ-કાશ્‍મીરની ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. તેઓનો કાર્યકાળ સમય ૧ વર્ષ સુધીનો રહેશે.

જમ્મૂ-કાશ્મીર ક્રિકેટ સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી આશિક બુખારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત કરી તેમણે કહ્યું કે, પઠાણ એક વર્ષ સુધી અમારી ટીમનો કોચ કમ મેન્ટર રહેશે. જમ્મૂ-કાશ્મીર પહોંચવા પર ઈરફાન પઠાણે શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં યુવા ક્રિકેટરો સાથે વાતચીત કરી અને કહ્યું કે આગળના સ્તર સુધી પહોંવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનની હરાજીમાં ઈરફાન પઠાણને કોઇ ખરીદદાર ન મળ્યું. આ પહેલા તેનો પોતાની ઘરેલૂ ટીમ બરોડા સાથે પણ વિવાદ ચાલી રહ્યો હતો. તેને બરોડાની રણજી ટીમના કેપ્ટન પદ્દેથી હટાવી દેવામાં આવ્યો હતો અને ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં પણ તેને ટીમમાં સ્થાન ન મળ્યું. તેને લઈને તેણે બરોડા ક્રિકેટ સંઘ પર ઘણા આરોપ લગાવ્યા હતા. 

પઠાણે બીજા રાજ્યની ટીમ તરફથી રમવા માટે એનઓસીની માંગ કરી હતી. તે છેલ્લા બે સત્રથી બરોડાની ટીમનો કેપ્ટન હતો. પઠાણે ભારતીય ટીમ માટે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 મેચ રમી છે. તેણે પોતાની અંતિમ ટેસ્ટ 2008માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અમદાવાદમાં રમી હતી. જ્યારે અંતિમ વનડે 2012માં લંકા સામે રમ્યો હતો. પઠાણે વર્ષ 2006માં કરાચી ટેસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ ઓવરમાં હેટ્રિક ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. 

(7:50 pm IST)