Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

નવી મુસીબત... દુનિયા પર મંડરાયો સ્પેનિશ ફલૂનો ખતરો !

૧૦૦ વર્ષ પહેલા ૫૦ કરોડ લોકોનો લીધો હતો જીવ

લંડન તા. ૩ : કોરોના વાયરસ મહામારીનો સમગ્ર વિશ્વમાં કહેર જારી છે. તેનાથી છૂટકારો મેળવવા માટે વિશ્વભરના દેશોમાં રસીકરણ ચાલુ છે. તેમજ આ કટોકટીની વચ્ચે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ટોચના નિષ્ણાતએ ચેતવણી આપી છે કે 'સ્પેનિશ ફલૂ' ફરીથી પાછો ફરી શકે છે. લગભગ ૧૦૦ વર્ષ પહેલાં આ ફલૂને કારણે પાંચ કરોડ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ટોચના ડબ્લ્યુએચઓ નિષ્ણાતે ઈન્ફલ્યુએન્ઝા વિશે ચેતવણી આપતા કહ્યું કે સ્પેનિશ ફલૂ આગામી મહામારીનું કારણ બની શકે છે.

બ્રિટિશ અખબાર અનુસાર, WHO ના 'ગ્લોબલ ઇન્ફલૂએન્ઝા સર્વિલાન્સ એન્ડ રિસ્પોન્સ સિસ્ટમ'ના ઉચ્ચ સદસ્ય ડો. જોન મેકકોલીએ જણાવ્યું કે સામાન્ય ફલૂ વાયરસમાં પરિવર્તન કરી આ વધુ ઘાતક બની શકે છે. જયાં એક બાજૂ દુનિયા કોવિડ-૧૯ મહામારી સામે લડી રહી છે. ત્યાં બીજી બાજુ વૈજ્ઞાનિકો આ વાયરસની ઓળખ કરી રહ્યા છે, જેના કારણે આવતી મહામારીનો ખતરો છે. ડો મેકકોલીએ આ વાત પર ખુલાસો કર્યો છે કે એમની સૌથી મોટી ચિંતા સામાન્ય ફલૂને લઇને છે. તેમણે ચેતવણી આપી છે કે ફલુનું સ્ટ્રેન ભવિષ્ય થવા વાળી મહામારીનું કારણ છે.

ડો જોન મુજબ, કોરોનાનો ઉપાય જેવો કે સામાજિક દુરી અને નિયમિત રૂપથી હાથ ધોવાના કારણે લાંબા સમય સુધી ફલૂનું વધુ સકર્યુલેશન થયું ન હતું. પરંતુ કોરોના પછી દુનિયામાં સીઝનલ ફલૂ જેવા વાયરસ વધુ ખતરનાક હોઈ શકે છે. લોકોની ઘટતી ઇમ્યુનીટી એનું મોટું કારણ છે. તેમણે કહ્યું કે, બ્રિટનને પહેલા ચેતવણી આપવામાં આવી છે કે આવતી ઠંડી સુધી ફલૂના મામલે વધારો થશે. જયારે આ સીઝન ફલૂ લગભગ ગાયબ થઇ રહ્યો છે.

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક શોધ અનુસાર કોરોનાવાયરસ અને ફલૂથી સંક્રમિત થનારા લોકોને માત્ર કોરોના સંક્રમિત થનારા લોકોની તુલનામાં મોતનો વધારે ખતરો છે. વર્ષ ૧૯૧૮માં આવેલા સ્પેનિશ ફલૂને જોતા લગભગ પાંચ કરોડો લોકોના મોત થયા છે. જે પ્રથમ વિશ્વ યુદ્ઘમાં થયેલા મોતથી કેટલાક ગણા વધારે મોત થયા હતા. તો ડો. મૈકકૌલીએ ચેતવણી આપતા કહ્યુ કે, આપણે આ માટે તૈયાર રહેવુ પડશે.

(3:50 pm IST)