Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

મોરબી-હળવદમાં ઔદ્યોગિક વિસ્‍તારના રસ્‍તા ચારમાર્ગીય બનાવવાની જાહેરાત

ગાંધીનગર : વાર્ષિક રૂપિયા એક લાખ કરોડનું ટર્નઓવર ધરાવતા અને સમગ્ર વિશ્વમાં સિરામીક ઉદ્યોગમાં નામના મેળવનાર મોરબી ઔદ્યોગિક વિસ્‍તારમાં આવેલ મોરબી -હળવદ અને જેતપર -મોરબી-અણીયાળી-ઘાટીલા રાજ્‍ય ધોરી માર્ગોની કુલ ૭૦ કિલોમીટર લંબાઇને ચાર માર્ગીકરણ કરવા માટે રૂા. ૩૦૯ કરોડ ખર્ચે હાથ ધરવામાં આવશે. અમદાવાદ -મહેસાણા ચાર માર્ગીય રસ્‍તો ૬ માર્ગીય કરવાની કામગીરી માટે રૂા. ૧૦૦ કરોડની જોગવાઇ.મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂા. ૨૦૧૧ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. તે અંતર્ગત નોનપ્‍લાન રસ્‍તાઓના બાંધકામ અને સુધારણા માટે રૂા. ૯૩૬ કરોડ અને અન્‍ય જિલ્લા માર્ગો, મુખ્‍ય જિલ્લા માર્ગો અને થ્રુ -રૂટને પહોળા કરવાની કામગીરી માટે રૂા. ૨૪૪ કરોડની જોગવાઇ.વિધાનસભાની સદસ્‍ય નિવાસ સમિતિની ભલામણ અનુસાર ગાંધીનગર ખાતે નવું સદસ્‍ય નિવાસ સંકુલ બનાવવામાં આવશે.

ગાંધીનગર-કોબા -હાંસોલ રોડ (એરપોર્ટ રોડ) પર રાજસ્‍થાન સર્કલ પર રૂા.૧૩૬ કરોડના ખર્ચે એકસ્‍ટ્રા ડોઝ કેબાલ સ્‍ટેટ બ્રિજ તેમજ રક્ષાશકિત સર્કલ પર રૂા. ૫૦ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરેલ છે.

(3:37 pm IST)