Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

યુપીમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાય : પ્રમોટ કરાશે

યોગી સરકાર પ્રેરણા જ્ઞાનોત્‍સવ દ્વારા ૧ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓનું આંકલન કરશે

લખનૌ,તા. ૩: સરકારી સ્‍કૂલોમાં શૈક્ષણીક સત્ર ૨૦-૨૧ માટે ૧ થી ધોરણ ૮ સુધીના બાળકોના અસાઇનમેન્‍ટને પાયો ગણી આગલા ધોરણમાં પ્રમોટ કરાશે. આ વિદ્યાર્થીઓને ઓફલાઇન પરીક્ષાઓ નહીં દેવી પડે. છાત્રોને વર્કશીટ અને અસાઇનમેન્‍ટના આધારે જ પ્રમોટ કરાશે. આ અંગે આદેશ પણ જાહેર કરાયા છે. રાજ્‍યમાં ૧૦૦ દિવસના પ્રેરણા જ્ઞાનોત્‍સવ કાર્યક્રમ દરમિયાન બાળકોને શીખવા -વાંચવાની ક્ષમતાનું આંકલન કરાશે.

કોરોનાને કારણે માર્ચ -૨૦ થી બેઝીક શીક્ષા પરીષદના લગભગ ૧.૫૯ લાખ વિદ્યાલયોનું સંચાલન બંધ થયેલ. ત્‍યારે સરકારે બાળકોને પરીક્ષા વિના પ્રમોશન આપેલ. આ વર્ષે પણ તે જ નિર્ણય લેવાયો છે. આ વર્ષે લગભગ ૧૦ મહિના શિક્ષણ પ્રભાવિત થતા સ્‍કૂલોમાં છાત્રોનું એસેસમેન્‍ટ કરી પ્રમોટ કરાશે. લોકડાઉન શાળાઓ બંધ રહેતા બાળકોને ઓનલાઇન દ્વારા કોર્ષ પુરો કરાવાયેલ.

કેન્‍દ્ર સરકાર તરફથી હાઇસ્‍કુલો ખોલવાની ગાઇડલાઇન જાહેર થયા બાદ મુખ્‍યમંત્રી યોગીએ રાજ્‍યમાં સ્‍થિતીનું આંકલન કરી શાળાઓ શરૂ કરવાના નિર્દેશ આપેલ. ઓકટોબર -૨૦માં હાઇસ્‍કુલ શરૂ કરાયેલ. બાકીની કક્ષાઓ માટે સરકારે ઓનલાઇન કલાસની ભલામણ કરેલ.

(2:48 pm IST)