Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ન કરબોજ, ન રાહત, યોજનાઓનો વરસાદ : ઐતિહાસિક બજેટ

ગુજરાતનું અત્‍યાર સુધીનું સૌથી મોટુ ર,૨૭,૦૨૯ લાખ કરોડનું બજેટ રજુ કરતા નીતિન પટેલઃ પ૭૭.૮૮ કરોડની પુરાંત : નવા કોઇ વેરા નહીં: આરોગ્‍ય વિભાગ માટે ૧૧૩ર૩ કરોડની જોગવાઇ : આત્‍મનિર્ભર ગુજરાત તરફ પ્રયાણ : પ વર્ષમાં ર લાખ નવી ભરતી અને ર૦ લાખ રોજગારીની ટકો ઉભો કરવા સહિતની જાહેરાતો : કૃષિ, ઉદ્યોગો માટે માતબર જોગવાઇ : કોરોના પછી અર્થવ્‍યવસ્‍થા પુનઃ ધબકતી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૩ :. આજે ગુજરાતમાં નાણાખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિન પટેલે ૯મી વખત વિધાનસભામાં નવા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કર્યુ છે. અત્‍યાર સુધીનું સૌથી મોટા કદનું રૂા. ૨.૨૭ લાખ કરોડથી વધુ રકમનું બજેટ રજૂ કર્યુ છે. જેમાં કોરોનાની મહામારીને અનુલક્ષીને કોઈ નવા કરબોજ ઝીંકવામાં આવ્‍યા નથી. કોઈપણ પ્રકારની કર રાહત પણ આપવામાં આવી નથી. નવી અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. બજેટ કદ ઉપરાંત અન્‍ય કેટલીક રીતે પણ ઐતિહાસિક ગણાય છે. જેમાં ૫૮૭.૮૮ કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. નાયબ મુખ્‍યમંત્રીએ ગુજરાતનું અર્થતંત્ર કોરોના પછી ફરી ધબકતુ થઈ રહ્યાનુ જણાવી આત્‍મનિર્ભર ગુજરાત તરફના પ્રયાણને ગૌરવરૂપ ગણાવ્‍યુ છે. તેમણે ૧૪૦૦૦ કરોડના કોરોના રાહત પેકેજનો પણ ઉલ્લેખ કર્યો છે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર માટે અનેક નવી જાહેરાતો કરવામાં આવી છે.

બજેટમાં ખેડૂતો, આરોગ્‍ય ક્ષેત્ર, યુવાનો વગેરે માટે મહત્‍વની જાહેરાત કરવામાં આવી છે. આવતા ૫ વર્ષમાં ૨ લાખ યુવાનોની સરકારી સેવામાં ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

મુખ્‍યમંત્રીશ્રી વિજય રૂપાણી છેવાડાના સામાન્‍ય માનવીના કલ્‍યાણની ચિંતા કરતાં તેમના હિતને સમાવી લેતાં ગુજરાતના વર્ષ ૨૦૨૧-૨રના અંદાજપત્રને આવકાર્યું હતું.

વૈશ્વિક મહામારી કોરોનાકાળમાં પણ ગુજરાતે તેની ઉત્તમથી સર્વોત્તમ બનવાની  અવિતર વિકાસ યાત્રાને વધુને વધુ વેગવંતી બનાવી છે. તેના પરિણામે જ ગુજરાતના ઇતિહાસનું અત્‍યાર સુધીનું સૌથી મોટું રૂ. ૨.૨૭ લાખ કરોડથી વધુનું વિકાસલક્ષી અંદાજપત્ર આપીને આપણા મૂળ મંત્ર ઙ્કસૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ.

મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં સરકારના વિવિધ વિભાગ, બોર્ડ, કોર્પોરેશન, સંસ્‍થાઓમાં અંદાજે નવી બે લાખથી વધુ ભરતી કરાશે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં મેન્‍યુફેક્‍ચરીંગ, ફાર્મા, એનર્જી, આઇ.ટી., પ્રવાસન, ફૂડ પ્રોસેસિંગ, હોસ્‍પિટાલિટી, ઇજનેરી, બેકિંગ અને સર્વિસ સેક્‍ટર જેવા વિવિધ ક્ષેત્રોમાં ૨૦ લાખ રોજગારીની તકો ઉભી થશે.

મુખ્‍યમંત્રીશ્રી રૂપાણીએ બજેટ અંગે પ્રતિક્રયા આપતાં કહ્યું હતું કે, નાયબ મુખ્‍યમંત્રી દ્વારા રજૂ કરાયેલા ગુજરાતના અંદાજપત્રમાં કળષિ, ખેડૂતો અને પશુપાલકો માટે રૂ. ૭,૨૩૨ કરોડની જોગવાઇ, જળ સંપત્તિ માટે કુલ રૂ. ૫,૪૯૪ કરોડ જેમાં આદિજાતિ વિસ્‍તાર માટે રૂ. ૧,૩૪૯ કરોડ, કલ્‍પસર માટે રૂ. ૧,૫૦૧ કરોડ, શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. ૩૨,૭૧૯ કરોડ અને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ માટે રૂ. ૧૧,૩૨૩ કરોડ ફાળવવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ માટે રૂ. ૩,૫૧૧ કરોડ, પાણી પુરવઠા-્રભાગ માટે રૂ. ૩,૯૭૪ કરોડ, સામાજિક, ન્‍યાય અને અધિકારીતા માટે ૪,૩૫૩ કરોડ, આદિજાતી વિકાસ માટે રૂ. ૨,૬૫૬ કરોડ, પંચાયત, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે રૂ. ૮,૭૯૬ કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ માટે રૂ. ૧૩,૪૯૩ કરોડ, શ્રમ અને રોજગાર માટે રૂ. ૧,૫૦૨ કરોડ, માર્ગ અને મકાન માટે કુલ રૂ. ૧૧,૧૮૫ કરોડ, બંદરો અને વાહન વ્‍યવહાર માટે રૂ. ૧,૪૭૮ કરોડ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગ માટે રૂ. ૧૩,૦૩૪ કરોડ, ક્‍લાઇમેટ ચેન્‍જ વિભાગ માટે રૂ. ૯૧૦ કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ. ૬,૫૯૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે જે પૈકી પ્રવાસન માટે રૂ. ૪૮૮ કરોડ અને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્‍ટ માટે રૂ. ૬૫૨ કરોડની ફાળવવામાં આવ્‍યા છે તેમ મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ. ૧,૮૧૪ કરોડ, કાયદો અને વ્‍યવસ્‍થા માટે કૂલ રૂ. ૭,૯૬૦ કરોડ, અન્ન અને નાગરિક પુરવઠા

માટે રૂ. ૧,૨૨૪ કરોડ, મહેસૂલ વિભાગ માટે રૂ. ૪,૫૪૮ કરોડ, સાયનસ એન્‍ડ ટેકનોલોજી માટે રૂ. ૫૬૩ કરોડ, રમત ગમત અને યુવા સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ માટે રૂ.

૫૦૭ કરોડ, માહિતી અને પ્રસારણ માટે રૂ. ૧૬૮ કરોડ, કાયદા વિભાગ માટે રૂ. ૧,૬૯૮ કરોડ તેમજ સામાન્‍ય વહીવટ વિભાગ માટે રૂ. ૧,૩૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 

(3:01 pm IST)