Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

વેકસીન સસ્તી કરી PMએ અબજોની નફાખોરી રોકી

ફાઇઝર ૧૪૩૧, મોર્ડના ૨૬૪૮, સિનોફોર્મ ૫૬૫૦ સિનોવેક ૧૦૨૭, નોવાવેકસ ૧૧૧૪, સ્પુટનીક ૭૩૪, જોનસન ૭૩૪ રૂ.નો ભાવ

નવી દિલ્હી, તા.: કોરોના રસી અંગે મોદી સરકારના એક નિર્ણયે પ્રજાને મોટી રાહત આપી છે. સાથે અબજો રૂપિયાની નફાખોરી એક ઝાટકે રોકી દીધી છે. કોરોના રસીની કિંમત ૧૫૦ રૂપિયા અને હોસ્પિટલો માટેનો સર્વીસ ચાર્જ ૧૦૦ રૂપીયા નક્કી કરવા પાછળના કારણે જાણવાનો પ્રયત્ન કર્યો તો જાણવા મળ્યું કે સરકારના એક નિર્ણયે કેટલાય પ્રકારની અસરો દર્શાવી છે.

આરોગ્ય મંત્રાલયના સુત્રોનું માનીએ તો સૌથી મોટી અસર નફાખોરી રોકવા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાની છે. મંત્રાલયના એક ડાયરેકટરે તો ત્યાં સુધી કહ્યું કે બહુ વિચાર કર્યા પછી નિર્ણય લેવાયો છે જેની અસર આગામી -સાત મહિનામાં દેખાશે.

કોરોના મહામારી વચ્ચે ભારતને એક મોટું બજાર સમજનાર વિદેશી કંપનીઓ માટે આટલી ઓછી કિંમતે રસી ઉપલબ્લ કરાવવી સહેલી નથી. અત્યાર સુધી આશા હતી કે આગામી થોડા મહિનામાં વધુ રસીઓ આવ્યા પછી કિંમત પર અસર પડશે એટલું નહી તેની ઉપલબ્ધતા પણ વધારે હશે પણ ઓછી કિંમતના કારણે હવે કંપનીઓ માટે સરળતા નહીં રહે.

આની પાછળનું એક કારણ પણ છે કે શરૂઆતના તબક્કામાં સરકારે રસીની કિંમત ૧૫૦ રૂપિયા રાખી છે. જયારે રસી બધા લોકો નિષ્ણાંતોનું કહેવું છે કે વડાપ્રધાનના એક નિર્ણયે અબજો રૂપિયાની નફાખોરીને રોકી દીધી છે. હાલમાં અમેરિકન કંપની ફાઇઝરની અરજી રદ થઇ હતી. ત્યાર પછી દુનિયાભરમાં રસીની સૌથી ઓછી કિંમત ભારતમાં રખાઇ છે. ભારતમાં રસી લોંચ કરીને કરોડો-અબજો રૂપિયાના બિઝનેસની યોજનાઓ બનાવી રહેલી કંપનીઓ માટે સંદેશ પુરતો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ એચ )ના સલાહકાર પ્રો.રીજો એમ જોયે જણાવ્યું કે ફાઇઝર ૧૪૩૧ રૂપિયા, મોડર્ના ૨૩૪૮ રૂપિયા, સિનોફોર્મ ૫૬૫૦ રૂપિયા, સિનોવેક બાયોટેક ૧૦૨૭ રૂપિયા, નોવાવેકસ ૧૧૧૪ રૂપિયા, સ્પૂતનિક ૭૩૪ રૂપિયા અને જોન્સન એન્ડ જોન્સને રસીની કિંમત પ્રતિ ડોઝ ૭૩૪ રૂપિયા રાખી છે. આની સાથે કોવીશીલ્ડ અને કોવેકસીનની સરખામણી કરીએ તો ભારત પાસે સૌથી સસ્તા વિકલ્પ છે. એટલે કંપનીઓને આટલા ઓછા ભાવે ભારતમાં આવીને વેચાણ કરવું સરળ નથી.

કયાં કેટલો ભાવ?

ચીન

રૂ.૨૨૦૦

યુ.એસ

રૂ.૧૪૦૦

રશીયા

રૂ.૭૩૦

સાઉદી

રૂ.૩૦૦

.આફ્રીકા

રૂ.૩૦૦

બ્રાઝીલ

રૂ.૩૦૦

ભારત

રૂ.૨૫૦

(11:48 am IST)