Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

મંગાવ્યો ફોન એપલનો, મળ્યું એપલ ફલેવર્ડ યોગર્ટ

લિયુ નામની ચીનની મહિલાએ એ ફોન મેળવવા માટે ૧૦,૦૯૯ યુઆન (લગભગ ૧.૧૪ લાખ રૂપિયા) : ચૂકવીને બુકિંગ કરાવ્યું હતું, પરંતુ તેને ફોનને બદલે એપલ ફલેવર્ડ યોગર્ટ (દહીંનું ઘોળવું) મળ્યું હતું

બીજિંગ તા. : એપલના નવા ફોનનું આકર્ષણ લોકોમાં કેવું હોય છે આપણે જાણીએ છીએ. એપલ-૧૨ ફોન ગયા વર્ષના ઓકટોબરમાં લોન્ચ થયો હતો. ત્યાર પછી ફોનની સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી હતી. હજી પણ વિષયની ચર્ચા ચાલે છે. લિયુ નામની ચીનની મહિલાએ ફોન મેળવવા માટે ૧૦,૦૯૯ યુઆન (લગભગ .૧૪ લાખ રૂપિયા) ચૂકવીને બુકિંગ કરાવ્યું હતું, પરંતુ તેને ફોનને બદલે એપલ ફલેવર્ડ યોગર્ટ (દહીંનું ઘોળવું) મળ્યું હતું. પૂર્વ ચીનના એન્હુઇ પ્રાંતની રહેવાસી લિયુએ આઘાતજનક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. સોશ્યલ મીડિયા પર વિડિયો જોયા પછી ઘટનામાં ગુનાહિત પ્રવૃત્ત્િ કરતી ટોળકીઓ સામેલ હોવાની શકયતાની તપાસ પોલીસે શરૂ કરી છે. ઉપરાંત એપલ કંપની અને કુરિયર કંપનીએ પણ ગોટાળાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

(10:08 am IST)