Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

નાગાલેન્ડમાં પણ સત્તાના સિંહાસન તરફ આગળ વધતી BJP

રાજ્યમાં ભાજપ - એનપીએફ વચ્ચે કાંટે કી ટક્કરઃ બીજેપીએ એનડીપીપી સાથે રચ્યું હતું ગઠબંધન

નાગાલેન્ડ તા. ૩ : ત્રિપરા બાદ હવે નાગાલેન્ડમાં પણ ભાજપ સત્તાના સિંહાસન તરફ આગળ વધી રહી છે. નાગાલેન્ડમાં પણ ભાજપ સત્તા તરફ પ્રયાણ કરી રહી છે.

નાગાલેન્ડમાં કુલ ૬૦ બેઠકો માટે ચુંટણી યોજાય હતી. જેમાં ભાજપ અને એનપીએફ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. ભાજપે નાગાલેન્ડમાં એનડીપીપી સાથે ગઠબંધન રચ્યું હતું.

જયારે ૬૦ વિધાનસભા બેઠકો ધરાવતી નાગાલેન્ડમાં પણ ભાજપ સત્ત્।ા તરફ પ્રયાણ કરી રહી છે. ભાજપે અહીં એનડીપીપી નામની સ્થાનિક રાજકીય પાર્ટી સાથે જોડાણ કર્યું હતું. જે તેને ફળતું દેખાઈ રહ્યું છે. ભાજપ અહીં ૨૦ બેઠકો પર તો તેની સહયોગી પાર્ટી એનડીપીપી ૪૦ બેઠકો પર ચૂંટણી લડી હતી. આમ ભાજપ ગઠબંધન સત્ત્।ા પર બેસે તે લગભગ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ભાજપ-એનડીપીપીની સીધી ટક્કર એનપીએફ સામે છે.

કેન્દ્રમાં એકલા હાથે સત્તા હાંસલ કરનાર ભારતીય જનતા પાર્ટીનું દેશના મોટા ભાગના ભૂભાગ પર પોતાનું શાસન છે. કાશ્મીરથી છેવાડાના અરૂણાચલ પ્રદેશ સુધી ભાજપ સીધી કે ભાગીદારીમાં સત્ત્।ા છે. વર્ષોથી પૂર્વોત્તર ભારતના રાજયોમાં કે જયાં ભાજપ પોતાનું ખાતું પણ ખોલાવી શકતું ન હતું ત્યાં હવે સત્તાના સિંહાસન સુધી પહોંચવા સુધીની શકિત ધરાવતો થઈ ગયો છે. પૂર્વોત્તરની વાત કરવામાં આવે તો પહેલા આસમ, અરૂણાચલ પ્રદેશ બાદ હવે ભાજપ ત્રિપુરા અને નાગાલેન્ડમાં પણ સત્ત્।ા પર બિરાજમાન થવા જઈ રહ્યો છે.

ભાજપના નેતા રામ માધવે કહ્યું હતું કે ત્રિપુરા અમે સરકાર બનાવવાની સ્થિતિમાં છીએ. જયારે નાગાલેન્ડમાં પણ અમે સારી સ્થિતિમાં છીએ. રામ માધવે કહ્યું હતું કે હેમંત શર્મા મેઘાલય માટે રવાના થઈ ગયાં છે. અમારા પ્રયાસ રહેશે કે અહીં ત્રણેય રાજયોમાં અમારી સરકાર બને.(૨૧.૨૮)

(3:59 pm IST)