Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

બમ બમ ભોલે : ૨૮ જૂનથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ : રજીસ્ટ્રેશન શરૂ : ૬૦ દિવસ ચાલશે યાત્રા

અમરનાથ યાત્રા માટે ૧ માર્ચથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ વર્ષે બાલટાલ અને પહલગામ બન્ને માર્ગો પરથી યાત્રાની શરૂઆત ૨૮ જૂનથી થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ અનુસાર પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ કાશ્મીર બેન્ક તથા યસ બેન્કની ૪૪૦ શાખાઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

અમરનાથ શ્રાઈન બોર્ડે પ્રમાણે ૧૩ વર્ષથી ઓછી ઉંમર અને ૭૫ થી વધુ ઉંમરના વ્યકિત યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે નહીં. તેની સાથે ગર્ભવતી મહિલા અને શારીરિક રીતે બીમાર લોકો પણ નહીં કરાવી શકે. આ સંબંધિત બોર્ડે સ્વાસ્થ્ય સંબંધી દિશા નિર્દેશ પણ જાહેર કર્યા છે.

અમરનાથ યાત્રા પર જનારા યાત્રિઓ માટે સારી વાત આ છે કે આ વખતે યાત્રાની સમય વધારીને બે મહિના કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭માં યાત્રા ૪૦ દિવસ હતી. યાત્રાનો સમય વધારવાથી વધુ શ્રદ્ઘાળુઓ બર્ફાની બાબાના દર્શન કરી શકશે.

(11:30 am IST)