Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

ધોરણ 10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર : વાંચો સત્તાવાર શેડ્યુલ

ધોરણ-10ની પરીક્ષા 10 મેથી 20 મે દરમિયાન લેવાશે; ધોરણ-12 સાયન્સની પરીક્ષા 10 મેથી 21 મે દરમિયાન તેમજ ધોરણ -12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10 મેથી શરૂ થશે અને 25 મેના રોજ પૂર્ણ થશે

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પરીક્ષા 10 મેથી શરૂ થશે અને 25 મેના રોજ પૂર્ણ થશે. ધોરણ-10ની પરીક્ષા 10 મેથી 20 મે દરમિયાન લેવાશે. જ્યારે ધોરણ-12 સાયન્સની પરીક્ષા 10 મેથી 21 મે દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10 મેથી શરૂ થશે અને 25 મેના રોજ પૂર્ણ થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા કોરોનાના પગલે આ વખતે પરીક્ષા બે માસ મોડી લેવામાં આવી રહી છે. ગતવર્ષે બોર્ડની પરીક્ષા 5 માર્ચથી શરૂ થઈ હતી અને 21 માર્ચના રોજ પુર્ણ થઈ હતી

બોર્ડ દ્વારા મે-2021માં લેવાનારી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ધોરણ-12 સાયન્સની પરીક્ષા 10 મેથી શરૂ થશે. આ પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6-30 રહેશે. પ્રથમ દિવસે ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ-10ની પરીક્ષા 10 મેથી શરૂ થશે અને 20 મેના રોજ પૂર્ણ થશે

આ પરીક્ષા સવારના 10થી બપોરના 1-15 વાગ્યા સમય રહેશે. ધોરણ-10ની પરીક્ષાની શરૂઆત પ્રથમ ભાષાના પેપર સાથે થશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ પરીક્ષા 10 મેથી જ શરૂ થશે. સામાન્ય પ્રવાહમાં પ્રથમ દિવસે નામાના મુળ તત્વો વિષયની પરીક્ષા લેવામાં આવશે.

હાલમાં બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કામગીરી સાથે જ હવે ટૂંક સમયમાં બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પણ ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે

કોરોનાના પગલે બોર્ડની પરીક્ષા મે માસમાં લેવાશે તેવી જાહેરાત શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવ્યા બાદ હવે બોર્ડ દ્વારા સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વખતે કોરોનાના પગલે બોર્ડની પરીક્ષા બે માસ મોડી લેવામાં આવશે. જોકે, પરીણામ ઝડપી તૈયાર થાય તે દિશામાં બોર્ડ અત્યારથી જ લાગી ગયું હોવાનું જાણવા મળ છે

ધોરણ-10ની પરીક્ષાનો કાર્યક્રમ

તારીખ વિષય

10-5-21 પ્રથમ ભાષા
12-5-21 વિજ્ઞાન
15-5-21 ગણીત
17-5-21 સામાજિક વિજ્ઞાન
18-5-21 ગુજરાતી (દ્વી.ભા.)
19-5-21 અંગ્રેજી (દ્વી.ભા.)
20-5-21 દ્વીતીય ભાષા, હેલ્થકેર, બ્યુટી એન્ડ વેલનેશ, ટ્રાવેલ ટુરીઝમ, રીટેઈલ

ધોરણ-12 સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ

તારીખ વિષય

10-5-21 ભૌતિક વિજ્ઞાન
12-5-21 રસાયણ વિજ્ઞાન
15-5-21 જીવવિજ્ઞાન
17-5-21 ગણીત
19-5-21 અંગ્રેજી (પ્રથમ અને દ્વીતીય ભાષા)
21-5-21 પ્રથમ ભાષા, દ્વીતીય ભાષા, સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત, કમ્પ્યુટર એજ્યુકેશન

ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ

તારીખ વિષય

10-5-21 નામાના મુળ તત્વો
11-5-21 આંકડાશાસ્ત્ર
12-5-21 તત્વજ્ઞાન
13-5-21 અર્થશાસ્ત્ર
15-5-21 ભૂગોળ, સેક્રેટરીયલ પ્રેક્ટીસ અને વાણીજ્ય વ્યવહાર
17-5-21 વાણિજ્ય વ્યવસ્થા, સામાજિક વિજ્ઞાન
18-5-21 મનોવિજ્ઞાન
19-5-21 પ્રથમ ભાષા
20-5-21 હિન્દી (દ્વીતીય ભાષા)
21-5-21 ગુજરાતી અને અંગ્રેજી (દ્વીતીય ભાષા)
22-5-21 કમ્પ્યુટર પરિચય
24-5-21 સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત
25-5-21 સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર

(6:40 pm IST)