Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં ૧૧ વર્ષ બાદ જાન્યુઆરીમાં હિમવર્ષા ન થતા અનેક પ્રવાસીઓ નિરાશઃ કૃષિ અને બાગાયત માટે ચિંતાજનક

સિમલાઃ હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં 11 વર્ષ બાદ જાન્યુઆરીમાં હિમવર્ષા ન થઇ. તેથી બરફનો નજારો પહોંચેલા સહેલાણીઓ નિરાશ થઇ ગયા. આ વખતે સિમલામાં હવામાન રુઠ્યું હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ 2010માં સિમલામાં આવા દૃ્શ્યો જોવા મળ્યા હતા. એટલે બરફની ચાદરો વિનાના રસ્તા, મકાનો અને પર્વતો. જેને જોવા અમે માણવા ખાસ પર્યટકો સિમલા અને મનાલી પહોંચતા હોય છે.

ઉપરાંત હિમાચલના જ અન્ય પર્યટન સ્થળ મનાલીમાં પણ 3 વર્ષના ગાળા બાદ જાન્યુઆરી હિમવર્ષા વિના રહ્યું. જ્યારે સમગ્ર રાજ્યમાં 58 ટકા ઓછી હમવર્ષા નોંધાઇ છે.

આ વખતે પણ મોટી સંખ્યામાં પર્યટકો ઊમટ્યાં

હિલ્સની રાણા મનાતું સિમલા હંમેશા સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં બહારના રાજ્યો અને વિદેશી પર્યટકો સિમલાની મુલાકાત લે છે. તેથી આ વખતે પણ જાન્યુઆરીમાં મોટી સંખ્યામાં સહેલાણી આવ્યા છે. પરંતુ તેમને નિરાશા સાંપડી રહી છે. જાન્યુઆરીની આખા મહિના દરમિયાન સિમલા હિમવર્ષા વિનાનું રહ્યું.

એક તો કોરોનાને કારણે અને હવે હિમવર્ષા નહીં થતાં સ્થાનિક વેપારીઓ પણ મુંઝાયા છે. તેમને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પર્યટકોના આગમનને કારણે ધંધો સારો થવાની આશા હતી. પરંતુ હમવર્ષા નહીં થતાં સહેલાણીઓ અન્ય સ્થળ તરફ વળી રહ્યા છે.

કૃષિ અને બાગાયત માટે પણ ચિંતા

વેપારીઓ ઉપરાંત હિમવર્ષા નહીં થતાં ખેડૂતો અને બાગાયત વર્ગ પણ ચિંતિત છે. તેમને આશંકા છે કે પહેલાં જ વરસાદની સિઝનમાં અનુકૂળ વરસાદ પડ્યો નહીં. હવે વિન્ટર સીઝનમાં વરસાદ અને હિમવર્ષા નહીં થતાં દુકાળ પડી શકે છે.

હવામાન ખાતાએ ગત રવિવારે જાન્યુઆરી મહિનાની વરસાદ અને હિમવર્ષાની વિગતો આપી હતી. તેમાં દર્શાવાયું હતું કે સમગ્ર જાન્યુઆરીમાં હિમવર્ષા થઇ જ નહીં. જ્યારે સિમલા જિલ્લામાં એક સપ્તાહ દરમિયાન માત્ર 29.9 સેમી. વરસાદ પડ્યો. જે સામાન્યથી -65 સેમી ઓછો છે.

હાલમાં છેલ્લે માત્ર 27 ડિસેમ્બરે રાત્રે બરફ પડ્યો

ગત વર્ષે સિમલામાં 97 સેમી હિમવર્ષા થઇ હતી. હવામાન ખાતાએ સોમવારે રિપોર્ટ આપ્યો કે આ વખતે સિમલામાં માત્ર એક વખત 27 ડિસેમ્બરની રાત્રે બરફ પડ્યો હતો. ત્યારે 9 સેમી હિમવર્ષા નોંધાઇ હતી.

રાજ્યની વાત કરીએ તો જાન્યુઆરીમાં બે સ્પેલમાં આશરે 38 સેમી વરસાદ/હિમવર્ષા થઇ. રાજ્યના તમામ 12 જિલ્લામાં વરસાદ/હિમવર્ષાની ઘટ પડી છે. આ વર્ષે સૌથી વધુ સોલનમાં 65 ટકા, સિમલામાં 65 ટકા, બિલાસપુરમાં 66 ટકા અને મનાલીમાં 73 ટકા વર્ષાની ઘટ પડી છે.

(4:59 pm IST)