Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

ખેડુત આંદોલનઃ પંજાબમાં કરોડોનો કારોબાર ઠપ્પ

લુધિયાણામાં હોલસેલમાં ઘટાડોઃ પેમેન્ટ અટકયાઃ વેપારી વર્ગને ભારે નુકશાન

લુધિયાણા તા. ૩: કોરોના બાદ ખેડૂત આંદોલનની અસર હવે શહેરોના બજારોની રોનક ફિકકી પડી ગઇ છે એવામાં હવે લુધિયાણાના હોલસેલ બજારોમાં ગ્રાહકોની ભીડમાં ઘટાડો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખરીદદારોમાં ઘટાડો થયો છે. સામાન્ય દિવસની સરખામણીને ૩૦થી ૪૦ ટકા લોકો બજારમાં આવી રહ્યા છે. તેની સાથે જ વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. તેના લીધે વેપાર સંગઠન ખેડૂતોના આંદોલનના તત્કાલ ઉકેલ લાવવા અંગે સરકારની માંગ કરી રહ્યા છે.

કારોબારીઓનું કહેવું છે કે અગાઉ કોરોના અને લોકડાઉનથી પંજાબમાં ૬૦ હજાર કરોડના કારોબારનું નુકશાન થયું છે બીજી બાજુ હવે ખેડૂત આંદોલનથી જયાં દિલ્હી સહિત બીજા રાજયોમાંથી કારોબારી હાજરી સહિત અન્ય કારોબાર માટે આવી રહ્યા નથી બીજી બાજુ ગ્રામીણ વિસ્તારોમાં પણ ખરીદદારના ઘટાડો થયો છે. તેથી પંજાબના વેપારી વર્ગને ભારે મુશ્કેલી થઇ રહી છે.

લુધિયાણાની બજારની વાત કરીએ તો પંજાબભરથી વેપારી હોલસેલ ખરીદી માટે આવે છે જેમાં હોઝીયરી, કરિયાણા, કેમિકલ, સાઇકલ, મશીનરી, ખાનપાનના ઉત્પાદક મુખ્ય છે.

(4:02 pm IST)