Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

નોટબંધી બાદ જેમને ઇન્કમટેક્ષની નોટીસ મળી'તી તે નવી ટેક્ષ એમનેસ્ટીનો લાભ લઇ શકશે

વિવાદથી વિશ્વાસ યોજના લાગુ થઇ છે

નવી દિલ્હી તા.૩: નોટબંધી પછી જે લોકોને આવકવેરાની નોટીસ મળી હતી તેઓ નવી ટેક્ષ એમ્નેસ્ટી સ્કીમનો લાભ ઉઠાવી શકશે. આ વાત રેવન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ કહી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે સર્ચના કેસ આનાથી અલગ રખાશે. અમે તેની રૂપરેખા તૈયાર કરશું. ડીમોનેટાઇઝેન સાથે સંકળાયેલા કેટલાક કેસને અંતિમ રૂપ આપી દેવાયું છે કેટલાક લોકોએ અપિલ કરી છે. તેમને આનો લાભ મળી શકે છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મુકદ્દમાબાજીમાં ઘટાડો લાવવાના ઉદ્દેશથી શનિવારે પોતાના બજેટ ભાષણમાં ''વિવાદસે વિશ્વાસ'' યોજનાજી જાહેરાત કરી હતી. આ સ્કીમ હેઠળ કરદાતાને પેનલ્ટી અને વ્યાજમાંથી છૂટકારો મળશે જો તે બાકીનો પૂરેપૂરો ટેક્ષ ચુકવી આપે. સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ના દિવસે ૧૦૦૦ અને ૫૦૦ની  કરંસીનોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. ટેક્ષ ઓથોરીટીએ નોબંધી પછી એ લોકોને નોટીસ મોકલવાનું શરૂ કર્યુ જેમણે નોટબંધી વખતે બેંકમાં જમા કરતી વખતે તેના સોર્સ અંગે કંઇ નહોતું જણાવ્યું.

પાંડેએ કહ્યું કે બજેટમાં પ્રસ્તાવિત નવી પર્સનલ ટેક્ષ સીસ્ટમમાં ઇન્ડીવીજયલ્સને તેમના સ્લેબમાં એકઝેમ્પશન અને ડીડકશન વાળો ઓછા ટેક્ષ રેટનો વિકલ્પ અપાયો છે જેનો ઉદ્દેશ ટેક્ષને સરળ બનાવવાનો અને એ લોકો ને રાહત આપવાનો છે જે આવી છૂટનો લાભ નથી મેળવી શકતા. તેમણે કહ્યુ જૂની સિસ્ટમમાં જટિલતાઓ હતી પણ નવી સિસ્ટમ સરળ છે. આ સરળતા તરફનંુ પગલું છે તેમણે કહ્યું પહેલા લોકો ટેક્ષ બચાવવા માટે રોકાણ માટે મજબૂર થઇ જતા હતા.

(11:09 am IST)