Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

તમે અેક કંપનીમાં નોકરી છોડી દો પછી પણ પપ વર્ષની ઉંમર સુધી પીઅેફ અેકાઉન્‍ટ ઉપર વ્યાજ મળવાનું રહે છે ચાલુ

ઘણા કર્મચારીઓ એવા હોય છે જે જોબ ચેન્જ કરે પછી પોતાનું પ્રોવિડન્ટ ફંડ (PF) બેલેન્સ ટ્રાન્સફર કરવાનું કાં તો ભૂલી જાય છે અથવા તો ખૂબ મોડું કરે છે. ઘણા લોકો અગાઉની કંપનીના PF બેલેન્સને મોડુ ઉપાડવાનું પસંદ કરે છે તો ઘણા ખાતામાં રૂપિયા જમા થતા હોય તો પણ બેલેન્સમાંથી જે વ્યાજ મળ્યા કરે તેનાથી સંતુષ્ટ હોય છે.

એકાઉન્ટ ક્યારે ઈનઓપરેટિવ બને?

અગાઉ જ્યારે 36 મહિના (3 વર્ષ) સુધી એકાઉન્ટમાં કોઈ રૂપિયા ઉમેરાયા હોય ત્યારે એકાઉન્ટ ઈનઓપરેટિવ બની જતુ હતું. પરંતુ હાલના નિયમ પ્રમાણે કર્મચારી 55 વર્ષની વય પછી રિટાયર થયા બાદ 3 વર્ષ સુધીમાં જો રૂપિયા વિથડ્રો કરે તો એકાઉન્ટ ઈનઓપરેટિવ બની જાય છે. આથી તમે એક કંપની છોડી દો પછી પણ 55 વર્ષની વય સુધી તમારા PF એકાઉન્ટ પર વ્યાજ મળવાનું ચાલુ રહે છે. ત્યાર પછી ત્રણ વર્ષે તે ઈનઓપરેટિવ બને છે.

આટલું ધ્યાન રાખોઃ

જ્યારે PF એકાઉન્ટમાં નવા રૂપિયા જમા નથી થતા ત્યારે તેના પર જે વ્યાજ મળે છે તેના પર તમારે ટેક્સ ચૂકવવો પડે છે. અંગે બેંગલોરની ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે તાજેતરમાં ચુકાદો આપ્યો છે. આથી નોકરી છોડો પછી PFની રકમ ઉપાડી લેવામાં સમજદારી છે. નહિં તો વર્ષો પછી જ્યારે રકમ ઉપાડશો ત્યારે તેના વ્યાજ પર તગડો ટેક્સ ચૂકવવો પડશે.

સાત વર્ષનો નિયમઃ

જો કે એકાઉન્ટ જ્યારે ઈનઓપરેટિવ બને ત્યારે ક્લેમ થયેલું ફંડસિનિયર સિટીઝન વેલફેર ફંડમાં મૂવ થઈ જાય છે. આવી રકમ 30 સપ્ટેમ્બર સુધી ઓળખીને 1 માર્ચ સુધીમાં ફંડમાં ટ્રાન્સફર કરી દેવાની રહે છે. રકમ ફંડમાં 25 વર્ષ સુધી રહે છે. આથી કોર્ટ ઓર્ડર કરે તો રકમ કેન્દ્ર સરકારની ગણાય છે. જે જે લોકોના રૂપિયા ફંડમાં ટ્રાન્સફર થાય છે તે બધાની બેન્ક એકાઉન્ટ નંબરથી માંડીને, નામ-એડ્રેસ, પરિવારજનોની વિગતો ફંડની દેખરેખ રાખતી સંસ્થા પાસે હોય છે.

તમારે શું કરવું જોઈએ?

નોકરી હોય તે ગાળામાં PFનું વ્યાજ મેળવવા માંગતા હોવ તો ઠીક છે, બાકી અન્ય સંજોગોમાં PF એકાઉન્ટમાં રૂપિયા મૂકી રાખવાનો કોઈ ફાયદો નથી. વળી વ્યાજ પર પણ ટેક્સ લાગે છે. તમે 55 વર્ષે રિટાયર થાવ તો તેને ઈનઓપરેટિવ બનવા દો. નોકરી બદલો ત્યારે PF બેલેન્સ નવી કંપનીમાં ટ્રાન્સફર કરી દેવુ શ્રેષ્ઠ વિકલ્પ છે. આમ કરવાથી તમે રિટાયર થાવ ત્યારે તમને સારી એવી રકમ હાથમાં આવશે.

(4:39 pm IST)