Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

લિવ-ઇન-રિલેશનશિપમાં સહમતીથી શારીરિક સંબંધ રેપ નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી તા.૩: જો પુરૂષ મહિલા સાથે લગ્ન ન કરે તો લિવ-ઇન રિલેશનશિપમાં સહમતીથી બાંધવામાં આવેલા શારીરિક સંબંધ રેપ નથી એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

લિવ -ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ પુરૂષે લગ્નનો ઇનકાર કરી દેતાં મહારાષ્ટ્રની એક મહિલાએ તેની સામે  ફરિયાદ  કરી હતી. આ ફરિયાદનો ચુકાદો આપતાં કોર્ટેમાં જજ એ. કે. કીર્તિ અને એસ.અબ્દુલ નઝીરે કહ્યું હતું કે 'બળાત્કાર અને સહમતીથી શારીરિક સંબંધ વચ્ચે અંતર છે. ફરિયાદીએ આ બાબતે ખાતરી મેળવવી જોઇતી હતી કે પુરૂષ ખરેખર લગ્ન કરવામાં રસ ધરાવે છે કે તેણે મહિલા સાથે છેતરપીંડી કરી હતી. આ કિસ્સામાં મહિલા અને પુરૂષ વચ્ચે સહમતીથી શારીરિક સંબંધ બંધાયો હતો.''

મહારાષ્ટ્રની એક વિધવા નર્સ અને ડોકટર લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. જો કે નર્સને થોડા સમય બાદ જાણ થઇ કે ડોકટર પરિણીત છે અને તે બીજાં લગ્ન નહીં કરે ત્યારે નર્સે ડોકટર વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(10:05 am IST)