Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

મુંબઇ રેલવેએ જુના એફઓબી તોડી ડેડલાઇન પહેલા ૩૩ દિવસમાં નવા બનાવ્યા

મધ્ય રેલ્વેએ મુંબઇમાં આવેલ મસ્જિદ રેલ્વે સ્ટેશન પર જુના એફઓબી તોડી રેકોર્ડ ૩૩ દિવસમાં જ નવા અને વધારે પહોળા એફઓબીનું નિર્માણ કરેલ છે. મધ્ય રેલવેએ જણાવ્યું કે એફઓબીના નિર્માણ કાર્ય માટે ૪પ દિવસની ડેડલાઇન પુરી થવાના ૧ર દિવસ પહેલા જ પુરૂ કરવામાં આવ્યુ. આ એફઓબી ૧લી જાન્યુઆરીથી લોકો માટે ખોલી નાખવામા આવેલ છે.

(12:00 am IST)