Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

અમેરિકામાં ગેરકાયદે ઘુસી રહેલા નિરાશ્રિતો સાથે અમાનવીય વહેવાર : ટ્રમ્પ સરકારે સ્મોક બૉમ્બ અને ટીઅર ગેસ છોડ્યા : પરાણે ઘુસી ગયેલાઓને આશ્રયગૃહમા રાખવાને બદલે ભૂખ્યા તરસ્યા રોડ ઉપર છોડી દેવાયા

મેક્સિકો : યુ.એસ.બોર્ડર સિક્યુરિટી ફૉર્સએ સોમવારે મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે ઘૂસવાની કોશિષ કરતા 100 જેટલા નિરાશ્રિતોને પાછા કાઢવા માટે તેમના ઉપર સ્મોક બૉમ્બ અને ટીયર ગેસ છોડ્યા હતા પરિણામે કેટલાકને મોઢું ઢાંકી દેવાની ફરજ પડી હતી તો અડધો અડધી જેટલા લોકો પાછા ફરી ગયા હતા.

 ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નવેમ્બર માસમાં ટ્રમ્પ સરકારે આવા નિરાશ્રિતો ઉપર સ્મોક બૉમ્બ અને ટીયર ગેસ છોડી પરત મોકલી દેવા અમાનવીય વહેવાર કર્યો હતો.તેમ છતાં પરાણે ઘુસી ગયેલાઓને આશ્રયગૃહમાં  રાખવાને બદલે ભૂખ્યા તરસ્યા રોડ ઉપર છોડી દેવાયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:01 pm IST)