Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કોંગી ધારાસભ્ય સુખરામ રાઠવા વિરોધ પક્ષના નવા નેતા ? કાલે ૪ વાગે કોંગી ધારાસભ્યોની સંભવિત બેઠકમાં જાહેરાત થવા સંભવ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખપદે પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને વિરોધ પક્ષના નેતા તરીકે પાવી-જેતપુર (છોટાઉદેપુર) ના ધારાસભ્ય સુખરામ રાઠવા નક્કી થઈ ગયાનું જાણવા મળે છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સંમતિથી નિર્ણય લેવાયાનું પણ કહેવાય છે. આવતીકાલે ચાર વાગે કોંગી વિધાનસભ્યોની  બેઠક નક્કી થયાનું પણ ચર્ચાય છે. સત્તાવાર આ અંગેની જાણકારી હવે પછી કરાશે તેમ પણ જાણવા મળે છે.

(9:12 pm IST)