Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

લુપ્ત થવાના આરે હોવાથી એટલાન્ટિક બ્લુફિન ટુના ફિશની કિંમત છે અધધ...23 કરોડ

આ માછલીના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છેઃ બ્રિટેન સરકારે આ માછલીના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છેઃ જો કોઈ આ માછલી પકડે તો તેને સીધી જેલ થશે, આ ઉપરાંત ભારે દંડ પણ ફટકારવામાં આવશેઃ જો કોઈ ભૂલથી પણ આ માછલી પકડી લે તો તેને તરત જ દરિયામાં છોડી દેવી પડે છે

નવી દિલ્હીઃ આજે અમે તમને એક એવી માછલી વિશે જણાવીશું જેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક માછલીની કિંમત 23 કરોડ પણ હોઈ શકે છે. આમ તો બજારમાં માછલઓ વેચાય છે અને લોકો તેને ફ્રાય કરીને કે પોતાની રીતે તેને બનાવીને ખાય છે. આ માછલીઓની કિંમત સામાન્ય વ્યક્તિને પોસાય તેવી હોય છે અને આ માછલીનો લોકો ભોજન તરીકે ઉપયોગ કરી છે પરંતુ અમે તમેન એમ કહીયે કે 23 કરોડની માછલી પણ છે તે કેમ 23 કરોડની છે કેની ગુણવત્તા જાણીને તમે પણ ચોંકી જશો. આ માછલી દુનિયાની સૌથી મોંઘી માછલી તરીકે જાણીતી છે.

આ મોંઘી માછલી સૌથી ઓછી દેખાય છે:

આ માછલીનું નામ એટલાન્ટિક બ્લુફિન ટુના ફિશ છે. ખરેખર આ માછલી લુપ્ત થવાના આરે હોવાથી આ માછલી આટલી મોંઘી છે. આ માછલીનું લોહી ખૂબ ગરમ હોય છે. તેના સ્નાયુઓમાં ઘણી ગરમી હોય છે, જેના કારણે તે ખૂબ જ ઝડપથી તરી જાય છે. વિશ્વના બજારમાં આ માછલીની કિંમત રૂ. 23 કરોડ કે તેથી વધુ હોય છે. એટલાન્ટિક બ્લુફિન ટુના નામની આ માછલી તાજેતરમાં ઈંગ્લેન્ડમાં જોવા મળી હતી. આ માછલીના સંરક્ષણ માટે વિશ્વભરમાં દર વર્ષે 2 મેના રોજ 'વર્લ્ડ ટુના ડે' પણ ઉજવવામાં આવે છે. વર્ષ 2016માં યુનાઈટેડ નેશન્સે સત્તાવાર રીતે દર વર્ષે 'વર્લ્ડ ટુના ડે' ઉજવવાનું નક્કી કર્યું છે.

આ માછલી પકડશો તો થશે જેલની સજા:

તમને જાણીને નવાઈ લાગશે કે આ માછલીના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. બ્રિટેન સરકારે આ માછલીના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. જો કોઈ આ માછલી પકડે તો તેને સીધી જેલ થશે. આ ઉપરાંત ભારે દંડ પણ ફટકારવામાં આવશે. બીજી તરફ જો કોઈ ભૂલથી પણ આ માછલી પકડી લે તો તેને તરત જ દરિયામાં છોડી દેવી પડે છે.

23 ઓક્ટોબરના રોજ, એક વ્યક્તિએ સમુદ્રમાં ઘણી બ્લુફિન ટુના માછલીઓ એકસાથે જોઈ.આ માછલીઓને જોઈને તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. ખરેખર, આ માછલી 100 વર્ષથી ઈંગ્લેન્ડના કોર્નવોલમાં જોવા મળી ન હતી. જોકે ધીરે ધીરે તેની સંખ્યા વધી રહી છે અને હવે આ માછલી ઉનાળાની ઋતુમાં જોવા મળે છે.

ગુણો છે આશ્ચર્યજનક:

આ માછલીની સુંદરતા આશ્ચર્યજનક છે. તે ખૂબ જ ઝડપથી તરી જાય છે. આ માછલીની ઝડપ સબમરીનમાંથી નીકળતા ટોર્પિડો હથિયાર જેવી છે. તેના કદને કારણે, ટુના માછલી દરિયામાં લાંબા અંતર સુધી ખૂબ જ ઝડપથી તરી શકે છે. આ માછલીની લંબાઈ મહત્તમ 3 મીટર છે, જ્યારે વજન 250 કિલો સુધી હોઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે તે મનુષ્યને કોઈ નુકસાન નથી કરતી.

(5:19 pm IST)