Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ટિકિટોનુ વેચાણ ઘટતા રેલવેને એક વર્ષમાં ૩૫૪૨૧ કરોડ રૂપિયાનો ફટકો

નવી દિલ્હી, તા.૨: રેલવે ટિકિટના વેચાણમાં થયેલા દ્યટાડાના કારણે એક વર્ષમાં રેલવેને ૩૫૪૨૧ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.

લોકસભામાં અપાયેલી જાણકારી પ્રમાણે ૨૦૧૯-૨૦ના વર્ષમાં રેલવે દ્વારા ૫૦૬૬૯ કરોડ રૂપિયાની રેલવે ટિકિટ વેચાઈ હતી.તેની સામે ૨૦૨૧-૨૧માં રેલવેની ટિકિટનુ વેચાણ માત્ર ૧૫૪૨૮ કરોડ રૂપિયા રહ્યુ હતુ.જયારે વર્તમાન નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર મહિના સુધીમાં ૧૫૪૨૩ કરોડ રૂપિયાની ટિકિટો વેચાઈ છે.

કોરોનાના સંકટ દરમિયાન બહુ ઓછી ટ્રેનોનુ સંચાલન થયુ હતુ.બહુ ઓછા મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી અપાઈ હતી.જેના પગલે રેલવેને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ૨૦૧૯-૨૦માં રેલવે દ્વારા ૧૬૬ કરોડ રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટ વેચવામાં આવી હતી.જયારે ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન રેલવે દ્વારા માત્ર ૬૦ કરોડ રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટ વેચાઈ હતી.આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં ૧૫ કરોડ રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટો વેચાઈ છે.

રેલવેની ટિકિટો પર ભારત સરકાર સબસિડી આપતી હોય છે.કારણકે રેલવેની જે ઓપરેટિંગ કોસ્ટ છે તે ટિકિટના દર કરતા વધારે હોય છે.

(4:22 pm IST)