Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ડિજિટલ પેમેન્ટ્સમાં આકાશને આંબતી વૃદ્ધિ : બીજા ક્વાર્ટરમાં મૂલ્યની દ્રષ્ટિએ 99 ટકા અને વોલ્યુમની રીતે 88 ટકાનો ઉછાળો

યુપીઆઇએ 180 કરોડથી વધારે વોલ્યુમના નાણાકીય વ્યવહાર : મૂલ્યની રીતે 3 લાખ કરોડને વટાવી ગયા

ભારતમાં વર્તમાન નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે ડિજિટલ પેમેન્ટ્સમાં આકાશને આંબે તેવી વૃદ્ધિ નોંધાવી છે. વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર(Q2)માં યુપીઆઇ પેમેન્ટ્સે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ મૂલ્યની રીતે 99 ટકા અને વોલ્યુમની રીતે 88 ટકાનો વધારો નોંધાવ્યો હતો, એમ વર્લ્ડલાઇન ઇન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટે જણાવ્યું છે. સપ્ટેમ્બર 2020માં યુપીઆઇએ 180 કરોડથી વધારે વોલ્યુમના નાણાકીય વ્યવહાર નોંધાવ્યા હતા અને તે મૂલ્યની રીતે 3 લાખ કરોડને વટાવી ગયા હતા.

બીજા ક્વાર્ટરમાં 19 બેન્ક યુપીઆઇ ઇકોસિસ્ટમમાં જોડાઈ હતી. તેના પગલે સપ્ટેમ્બર 2020ના અંતે યુપીઆઇ સર્વિસિસમાં જોડાનારી બેન્કોની કુલ સંખ્યા 174 થઈ હતી. જ્યારે એનપીસીઆઇનું ભીમ એપ 146 બેન્કોના ગ્રાહકો પાસે છે. ભીમ એપના ડાઉનલોડ 13 ઓક્ટોબર 2020 સુધીમાં 15.8 કરોડથી વધુ વખત થયુ હતુ, એમ અહેવાલે ઉમેર્યુ હતું.

 

નોંધનીય છે કે એનપીસીઆઇએ તાજેતરમાં વોટ્સએપને યુપીઆઇ સાથે તબક્કાવાર ધોરણે લાઇવ થવાની છૂટ આપી છે. તેણે બે કરોડના મહત્તમ યુઝર બેઝથી પ્રારંભ કર્યો છે. આ ઉપરાંત તેમા યુપીઆઇ ટ્રાન્ઝેક્શન્સમાં 30 ટકાની ટોચમર્યાદા લાગુ પડે છે, જે બધા થર્ડ-પાર્ટી એપ પ્રોવાઇડર (ટીપીએપી)ને લાગુ પડે છે અને તે પહેલી જાન્યુઆરી 2021થી અમલી બનશે.

છેલ્લા કેટલાક સપ્તાહમાં રિઝર્વ બેન્કે ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સનો વ્યાપ વિસ્તારવામાં શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. આ પહેલનું ઉદ્યોગની કંપનીઓએ સ્વાગત કર્યુ છે. તેનું માનવું છે કે તેના લીધે ટેકનોલોજિકલ લિવરેજ થશે, ઇનોવેશનને વેગ મળશે, સિસ્ટમની કાર્યક્ષમતા વધશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્વીકાર્યતા વધુ મજબૂત બનશે, એમ વર્લ્ડલાઇન સાઉથ એશિયા એન્ડ મિડલ ઇસ્ટના મેનેજિંગ ડિરેક્ટર દીપક ચંદનાનીએ જણાવ્યું હતું

કોન્ટેક્ટલેસ, ફેસલેસ અને કેશલેસ ટ્રાન્ઝેક્શન હવે ગ્રાહકો અને વેપારીઓની મહત્ત્વની પસંદગી બન્યા છે ત્યારે તે બાબત નોંધનીય છે કે આ બાબતનો ટ્રેન્ડ કોવિડ પહેલા શરૂ થયો હતો અને હવે તેણે વેગ પકડ્યો છે. એમ ચંદનાનીએ ઉમેર્યુ હતુ.

સપ્ટેમ્બર 2020માં પૂરા થયેલા ક્વાર્ટરના અંતે મર્ચન્ટ્સ દ્વારા 51.8 લાખ પીઓએસ ટર્મિનલ ગોઠવવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 13 ટકા વધારે છે. ખાનગી ક્ષેત્રની બેન્કો પીઓએસ બજારમાં 69 ટકા હિસ્સો ધરાવે છે અને જાહેર ક્ષેત્રની બેન્કો 26 ટકા હિસ્સો ધરાવે છે. પેમેન્ટ્સ બેન્ક ચાર ટકા અને વિદેશી બેન્કો એક ટકા હિસ્સો ધરાવે છે.

(6:42 pm IST)
  • ખેડૂત આંદોલનથી હરિયાણાની ખટ્ટર સરકારને જોખમ !?:જીંદમાં 40 જેટલી ખાપ પંચાયતોની એકત્ર થઇ : મહાપંચાયતમાં સરકારને ઉથલાવવા લેવાયો નિર્ણંય :અપક્ષ ધારાસભ્ય સહીત જેજેપીના ધારાસભ્યોની મુલાકાત કરીને ખટ્ટર સરકારને સમર્થન પાછું ખેંચવા કહેવાશે : નહિ માને તો ગામમાં પ્રવેશબંધી ! access_time 12:58 pm IST

  • ગુજરાત સચિવાલયના નાણાં વિભાગના સેક્રેટરી આઈએએસ મિલિન્દ તોરવણેને ગુજરાત અલ્કલાઈન્સ અને કેમિકલ લી ,ના મેનેજીંગ ડિરેક્ટર તરીકેનો વધારો હવાલો સોંપાયો access_time 11:37 pm IST

  • ખંભાળિયાના મોવાણ ગામે હેલિકોપ્ટરમાં આવેલી જાન મોંઘી પડી: સોશિયલ ડિસ્ટન્સ અને 100થી વધુ માણસો એકત્રિત થતા વરરાજાના પિતા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો :દ્વારકા જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો access_time 11:43 pm IST