Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

હંગેરીમાં લોકડાઉન દરમિયાન સેક્‍સ પાર્ટી માણતા ઝડપાયેલ યુરોપીયન સાંસદે રાજીનામુ આપી દીધુ

નવી દિલ્હીઃ હંગેરીના યુરોપિયન સાંસદ જોસેફ જાજેર બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સમાં “સેક્સ પાર્ટી” કરતાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. ધી ટાઈમ્સ યુકેના રિપોર્ટ અનુસાર, પોલીસે તેમની અટકાયત કરી છે.

કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરવા બદલ પોલીસે આ પાર્ટી પર દરોડો પાડ્યો હતો. જોસેફે આ ઘટના બાદ અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

59 વર્ષના જોસેફ હંગેરીના પ્રધાનમંત્રી વિક્ટર ઑર્બનની દક્ષિણ પંથી ફિડેસ્ઝ પાર્ટીના ફાઉન્ડિંગ મેમ્પર છે. જ્યારે પોલીસે આ પાર્ટી પર દરોડો પાડ્યો, ત્યારે તેઓએ ફર્સ્ટ ફ્લોરની વિન્ડોમાંથી કૂદકો માર્યો હતો. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.

બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સના સિટી સેન્ટરમાં ચાલી રહેલી આ પાર્ટીમાં 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી કેટલાક યુરોપિયન ડિપ્લોમેટ્સ પણ હતા અને હવે તમામ લોકો પર 23 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો કે જાસેફે આ પાર્ટીમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સ લેવાનો ઈન્કાર કર્યો છે.

જાજેરે પોતાના નિવેદનમાં કહ્યું કે, પોલીસે મારી ID માટે પૂછ્યુ, પરંતુ મારી પાસે તે સમયે કોઈ પુરાવો નહતો. આથી મેં તેમને કહ્યું કે, હું મેમ્બર ઑફ પાર્લિયામેન્ટ છું. આખરે પોલીસે મને ચેતવણી આપીને ઘરે જવા દીધો. હું કોરોનાની ગાઈડલાઈન તોડવા બદલ દિલગીર છું. આ મારી જવાબદારી હતી અને હું સજા ભોગવવા માટે તૈયાર છું.

જણાવી દઈએ કે, જાજેર વર્ષ 1990 થી 2002ની વચ્ચે હંગેરીની સંસદમાં  4 વખત ચૂંટાઈને આવ્યા છે અને વર્ષ 2004માં ચાર વખત યુરોપની સંસદ માટે પણ ચૂંટાઈ ચૂક્યાં છે. 31 નવેમ્બરે તેમને મેમ્બર ઑફ પાર્લિયામેન્ટ પદ પરથી રાજીનામું આપી દીધુ. તેમણે કહ્યું કે, તેઓ અંગત કારણોસર પોતાનું પદ છોડી રહ્યાં છે.

(5:40 pm IST)