Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ચૂંટણી લડયા ત્યારે અભયભાઈના આંગણે રણનીતિ ઘડાતી

સોનેરી સંભારણાઃ રાજ્યસભાના સભ્ય સ્વ. શ્રી અભયભાઈ ભારદ્વાજ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વચ્ચે વર્ષોથી સ્નેહભર્યો સબંધ રહ્યો છે. ૨૦૦૨ ફેબ્રુઆરીમાં શ્રી મોદી જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટ-૨ વિધાનસભામાં લડયા તે વખતે ભારદ્વાજ બંધુઓના નિવાસ સ્થાન સાગર ટાવર, અમીન માર્ગ પર રાજકીય ધમધમાટ રહેશે. શ્રી મોદીની અને વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ત્યાંથી સંકલન સાથે રણનીતિ ઘડાતી. અભયભાઈ, નીતિનભાઈ તથા રાજકોટના કાર્યકરો માટે આ કાયમી સંભારણુ છે. અન્ય કોઈ પ્રસંગમાં તેઓ વજુભાઈ વાળા સાથે રજવાડી સાફા માટે સજ્જ છે. અન્ય એક તસ્વીર પ્રવીણકાકા સાથે છે. કોઈ પ્રસંગે તેઓ તત્કાલીન પોલીસ કમિશનર સુધીર સિન્હા સાથે બેઠેલા છે. અન્ય એક પારીવારિક સંભારણુ વિજયભાઈ અને શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથેનુ છે. સંઘ પરિવારમાં પણ તેઓ પ્રિય હતા. (ફાઈલ તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:28 pm IST)
  • બોલીવુડ અભિનેતા અને ગુરદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલનો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે : રાજ્ય આરોગ્ય સચિવ : સની દેઓલ છેલ્લા મહિનાથી હિમાચલ પ્રદેશમાં હતો access_time 12:04 am IST

  • હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ઓ પી ચૌટાલા ને કોરોના પોઝિટિવ આવતા તેમને દિલ્હી-ગુડગાવની મેંદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 12:04 am IST

  • સુરતમાં પાલનપુર પાટિયા પાસેના શાકમાર્કેટમાં દબાણ દૂર કરવા ગયેલ કોર્પોરેશનના સ્ટાફ ઉપર હુમલો થયો છે access_time 5:58 pm IST