Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

શેરે નેપાલ મુફતી જૈશ મુહમ્મદ બરકાતીની વફાત જનાઝામાં ૭ લાખ લોકો ઉમટી પડયા

મુખ્યમંત્રી સહિતના જોડાયાઃ દફન વિધિમાં માનવ મહેરામણ ઉમટયાની નેપાળની પ્રથમ-ઐતિહાસિક ઘટનાઃ સૈયદુલ ઉલેમાના ખલીફાને જબરી અંજલી અર્પીતઃ સુન્ની ઉલેમાઓને આઘાત

રાજકોટ તા. રઃ નેપાળના સૌથી મોટા મુફતી અને શેરે નેપાળ તરીકે જાણીતા હઝરત અલ્લામા મૌલાના શેખ જૈશ મુહમ્મદ સાહેબ સિદ્દીકી, બરકાતી, સિસ્યાહી ગત તા. રપ નવેમ્બરના રોજ વફાત પામ્યા છે.

તેઓ મારહરા શરીફના જાણીતા બુઝુર્ગ સૈયુદુલ ઉલેમા (રહે.)ના ખલીફા હતા અને મસ્લકે આ'લા-હઝરતના તેઓફ સક્રિય પ્રચારક અને સમર્થક હોવાથી તેઓની વિદાયના લીધે સુન્ની સમાજમાં આઘાતની લાગણી વ્યાપી ગઇ છે.

નેપાળના સૌથી વડા મુફતી ગણાતા મૌલાના શેખ જૈશ મુહમ્મદ સાહેબ બરકાતી (રહે.) ના જનાજામાં માનવ સાગર ઉમટયો હતો.

તેઓ ભારતના પ્રવાસે હતા દરમિયાન તેઓની અચાનક તબિયત લથડી પડતા તેઓને મુંબઇની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેઓ કિડની સબંધી બિમારીથી પિડાતા હતા પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેઓની એક કિડની ફેઇલ થઇ ગયાનો રીપોર્ટ આપતા તેઓને પરત એમ્બ્યુલન્સમાં ઘરે લઇ અપાતા હતા ત્યારે લખનૌ પાસેજ તેઓએ આંખો નીંચી લીધી હતી.

તેઓના દુઃખદ નિધનથી ખબર મળતા જ સમગ્ર નેપાળ દેશમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી એ ત્યાં સુધી કે તેઓના જનાઝામાં પગ ન રાખી શકાય તેટલી લાખોની મેદની ઉમટી પડી હતી અને કોઇ મૌલાનાની દફન વિધિમાં માનવ મહેરામણ જોડાયો હોઇ તેવી હતી. નેપાળની પ્રથમ ઘટના હતી.

શેરે નેપાળ, મુફતી જૈશ મુહમીદ સાહેબ બરકાતી (રહે. ) ૮૮ વર્ષના હતા. તેઓ નેપાળના ધનુષા ગામે સ્થાયી થયા હતા. તેઓના જનાઝામાં ભારત, બાંગ્લા દેશ સહિતના સુન્ની ઉલેમાઓ ઉપરાંત નેપાળના મુખ્યમંત્રી, કોંગ્રેસ સચિવ, સાંસદ અને નગર પ્રમુખ સહિતના રાજકીય, સામાજીક આગેવાનો સહિત સાતેક લાખ લોકો જોડાયા હતા.

(3:41 pm IST)