Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દિલ્હીની ' નિર્ભયા ' ની માતાએ કહ્યું હવે હૈદારાબાદની દીકરી માટે લડાઈ લડીશ'

સરકારે બહુ ઝડપથી પીડિત પક્ષને ન્યાય અપાવવો જોઈએ

 નવી દિલ્હી : હૈદરાબાદમાં કંપાવી દે તેવો ગેંગરેપ અને હત્યાનો બનાવ બન્યો છે. અહીં ચાર લોકોએ એક મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ કર્યો હતો, જે બાદમાં તેની હત્યા કરીને લાશને પેટ્રોલ-ડીઝલ છાંટીને સળગાવી દીધી હતી. પોલીસે આ મામલે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે

  આ અંગે નિર્ભયાની માતાએ કહ્યું કે હવે તે હૈદરાબાદની દીકરી માટે લડાઈ લડશે. નિર્ભયાની માતાએ કહ્યું, "હું હૈદરાબાદની ઘટનાથી ખૂબ દુઃખી છું. નિર્ભયા પછી હવે હું હૈદરાબાદની દીકરી માટે લડાઈ લડીશ. હું હૈદરાબાદ જવાનું વિચારી રહી છું. નિર્ભયાની જેમ આ કેસમાં ન્યાયની લડાઈ સાત વર્ષ સુધી ન ચાલવી જોઈએ. ત્યાંની સરકારે બહુ ઝડપથી પીડિત પક્ષને ન્યાય અપાવવો જોઈએ."

(2:22 pm IST)