Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રાહુલ બજાજ બાદ મહિલા ઉદ્યોગપતિ બાયોકોનનાં ચેરપર્સન કિરણ મઝુમદાર શોએ એ પણ મોદી સરકારની કાઢી ઝાટકણી

કહ્યું સરકાર અર્થવ્યવસ્થા વિશે ટીકા સાંભળવા માંગતી નથી.: વપરાશ અને વૃદ્ધિ માટેના ઉકેલો શોધવા ઉદ્યોગનો સંપર્ક કરશે.તેવી આશા

નવી દિલ્હી : બાયોકોનનાં ચેરપર્સન કિરણ મઝુમદાર શોએ  ટ્વિટ કર્યું હતું કે સરકાર અર્થવ્યવસ્થા વિશે ટીકા સાંભળવા માંગતી નથી. અપેક્ષા રાખીએ કે સરકાર વપરાશ અને વૃદ્ધિ માટેના ઉકેલો શોધવા ઉદ્યોગનો સંપર્ક કરશે. આ બાબતમાં આપણે હજી પણ અલગ-અલગ છીએ. યુપીએ -2 ના સમયમાં પણ નીતિઓની નિંદા કરવામાં આવી હતી

   શોના ટ્વીટ પર તેના પર સવાલ-જવાબો પણ થઇ રહ્યા છે. તેમણે એક વપરાશકર્તાને જવાબ આપ્યો કે તેમણે યુપીએ -2 સમયમાં પણ સરકારની નિંદા કરી હતી. શો કહે છે કે આપણે બધા અર્થવ્યવસ્થામાં વિકાસ કરવા માંગીએ છીએ. જ્યારે નીતિઓ સાથે સહમત ન હોય ત્યારે જ પોતાનો મંતવ્યો રાખીએ છીએ. શું તમને નથી લાગતું કે જે જાહેરાતો અત્યારે કરવામાં આવી રહી છે તે બજેટમાં પણ કરી શકાઈ તેમ હતી

  . શોના નિવેદનના એક દિવસ પહેલા ઉદ્યોગપતિ રાહુલ બજાજે પણ કહ્યું હતું કે લોકો સરકારની નિંદા કરવામાં ડરતા હોય છે. બજાજના નિવેદનના જવાબમાં ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહે કહ્યું હતું કે સરકાર પારદર્શક રીતે કાર્યવાહી કરી રહી છે. કોઈએ ડરવાની જરૂર નથી.

(1:46 pm IST)