Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રાહુલ બજાજના આકરા ભાષણથી નિર્મલા સિતારામન ભયંકર અપસેટ

તમતમતો જવાબ આપ્યોઃ રાષ્ટ્રહિતને નુકશાન કરો છો

નવી દિલ્હી : દેશના નાણામંત્રી નિર્મલા સિતારામને ઉદ્યોગપતિ રાહુલ બજાજના વાયરલ નિવેદનનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે પોતાની ધારણાનો ફેલાવ કરવાની બદલે જવાબ મેળવવાના બીજા અનેક રસ્તાઓ છે. આવી વાતોથી રાષ્ટ્રહિતને નુકસાન થઈ શકે છે.

દેશના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું છે કે દેશમાં એવો માહોલ છે કે લોકો સરકારની (BJP) ટીકા કરતા ખચકાય છે. કારણ કે લોકોને વિશ્વાસ નથી કે સરકારમાં તેમની ટીકાની પ્રશંસા કરવામાં આવશે. જયારે ઉદ્યોગપતિ રાહુલ બજાજ તેમના શબ્દો કહી રહ્યા હતા, ત્યારે દેશના ગૃહ પ્રધાન અમિતભાઇ શાહ  ત્યાં હાજર હતા. ગૃહમંત્રી અમિતભાઇ શાહ મુંબઇના ઇકોનોમિક ટાઇમ્સ એવોર્ડમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે આ દ્યટના બની હતી. કાર્યક્રમમાં ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર દ્વારા નાથુરામ ગોડસેને દેશભકત કહેવાની વાત પણ સામે આવી હતી. રાહુલ બજાજે કહ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાને પહેલા ટિકિટ આપવામાં આવી હતી, ત્યારબાદ જયારે તે ચૂંટણી જીત્યા અને તેમને સંરક્ષણ સમિતિમાં લેવામાં આવ્યા. આ નિર્ણય વિશે અનેકના મનમાં શંકા છે.

 રાહુલ બજાજની શંકા મામલે ગૃહ પ્રધાને આ જ મંચ પરથી જવાબ આપ્યો હતો. અમિત શાહે કહ્યું કે તેમણે આ વાતને નકારી કાઢી છે કે દેશમાં ભયનો માહોલ છે. તેમણે કહ્યું, કોઈને કોઈથી ડરવાની જરૂર નથી. રાહુલ બજાજના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

(1:47 pm IST)