Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

મમ્મીના પેટમાં પથ્થ્ર થઇ ગયેલો ચાર મહિનાનો ગર્ભ ૧પ વર્ષ પછી ડોકટરોએ કાઢયો

નાગપુર તા. રઃ ભારતના નાગપુર શહેર પાસેના અંતરિયાળ ગામમાં રહેતી બાવન વર્ષની એક મહિલા એક દાયકા કરતાં વધુ વર્ષોથી પેટમાં પીડા, એસિડિટી અને ગેસને કારણે બેચેની જેવાં લક્ષણો સાથે પરેશાન હતી. પાંચ વર્ષ પહેલાં તેનું માસિક બંધ થઇ ગયું હતું અને માસિકને લગતી કોઇ સમસ્યા નહોતી. જોકે પંદર વર્ષ પહેલાં તેને પ્રેગ્નન્સી રહી ત્યારે પરિવારમાં વધુ સંતાનો ન જોઇતાં હોવાથી તેઓ ગાયનેકોલોજિસ્ટ પાસે જઇને અબોર્શન કરાવી આવેલા. હવે પેટની તકલીફો વકરતાં તેને પેટના ડોકટર પાસે લઇ જવામાં આવી. શહેરના એક નર્સિંગ હોમમાં તેની સઘન તપાસ માટે આખા બોડીનું સ્કેનિંગ કરવામાં આવ્યું તો ખબર પડી કે તેનાં આંતરડામાં બાહ્યા દબાણને કારણે બ્લોકેજ આવી રહ્યું છે. જયારે ડોકટરોએ એ બ્લોકેજ દૂર કરવા લેપ્રોસ્કોપિક સર્જરી કરી તો ખબર પડી કે અંદર તો પથ્થર થઇ ગયેલો ભ્રુણ છે. આખરે ડોકટરોએ પેટ ખોલવું પડયું. અંદર જોયું તો લગભગ ચાર મહિનાનો ગર્ભ મરીને કેલ્સિફાઇડ થઇને પથ્થર થઇ ગયો હતો. એના પગ, હાથ વિકસી રહ્યા હતા. આ ગર્ભનો એકસ-રે કરતાં એમાં કરોડજજુ અને હાડકાંનું માળખું જોઇ શકાય એવું હતું. બે કલાકની સર્જરીમાં ડોકટરોએ પથ્થરનું બાળક કાઢી લીધું. જોકે તેના ગર્ભાશય, ફેલોપિયન ટયુબ અને અન્ય અવયવોને કોઇ ડેમેજ થયું નથી. મૃત ભ્રુણ પેટમાં જ કેલ્સિફાઇડ થઇને પથ્થર થઇ જાય એવા ૩ં૩૦૦ કિસ્સાઓ છેલ્લાં ૪૦૦ વર્ષમાં નોંધાયા છે. (૭.ર૬)

 

(4:14 pm IST)