Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

અમેરિકામાં ૩૫ લાખ ડોલરના છેતરપિંડી કૌભાડમાં ત્રણ ગુજરાતી સહિત ચાર સામે કેસ

૭૩૦૦ લોકોને પોતે ટેકસ ઓફિસર હોવાનું કહી પૈસા પડાવ્યાઃ ૨૦ વર્ષ સુધીની જેલ અને દરેકને અઢી અઢી લાખ ડોલરના દંડની શકયતા

ન્યુયોર્ક, તા.૨ : અમેરિકામાં ૭૩૦૦ લોકોને પોતે ટેકસ ઓફિસર હોવાનું કહી તેમનો દેશનિકાલની ધમકી આપી ૩૫ લાખ ડોલર પડાવવા બદલ ભારતીય મૂળના ચાર જણા સામે વાયર ફ્રોડનો કેસ કર્યો હતો.

પ્રતિક પટેલ, મોઇન ગોહિલ, પરવેઝ જીવાણી અને નકુલ ઘેટીવાલ સામે વાયર ફ્રોડ, ષડયંત્ર અને અપરાધીક પ્રવૃત્તિ કરવાના કેસ કર્યા હતા, એમ જસ્ટિસ ડીપા.એ કહ્યું હતું. વિસ્કોનસિન ઇસ્ટર્ન જિલ્લાના ફરીયાદી ગ્રેગરી હાન્સેન્ડે કહ્યું હતું કે આખું ષડયંત્ર ભારતમાંથી ચાલતું હોય એવું લાગે છે.

ફરીયાદ મુજબ આ લોકો અમેરિકન નાગરિકોને પોતે ટેકસ ઓફિસર બોલે છે અને તમારે ટેકસ ભરવાનો બાકી છે. જો નહીં ભરો તો દેશ નિકાલ કરાશે એવી ધમકી આપીને પૈસા પડાવતા હતા.

હાન્સેન્ડે કહ્યું હતું કે, આ ચારે જણાએ ૨૫ જાન્યુઆરી, ૨૦૧૬થી ૮ ઓગસ્ટ, ૨૦૧૭ સુધીમાં ૭૮૪ લોકો પાસેથી ૬૬૬૫૭૩ ડોલર પડાવ્યા હતા. ઉપરાંત ખોટી ઓળખ ઊભી કરીને પણ આ લોકોએ વધારાના ૬૫૩૦ ડોલર લીધા હતા. આ ષડયંત્ર માત્ર ચાર માણસો પુરતું જ નથી, એનો વ્યાપ ખૂબ મોટો હોવાનું ફરીયાદ પક્ષે કહ્યું હતું.

 

(4:12 pm IST)