Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017


હું પૈસાને પરમેશ્વર માનતો નથી અને ખિસ્સામાં એક રૂપિયો પણ રાખતો નથીઃ મુકેશ અંબાણી

નવી દિલ્હી, તા. ૨ :. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગઈકાલે જણાવ્યુ હતુ કે, 'મારા માટે પૈસાનું મહત્વ અસાધારણ નથી. સાધન તરીકે પૈસા કંપનીને ધંધામાં જોખમ લેવાની ક્ષમતા આપે છે.'

દિલ્હીમાં આયોજિત હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટમાં વકતવ્ય આપતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતુ કે 'હું પૈસાને પરમેશ્વર માનતો નથી. મારા પર જે લેબલ્સ લગાવવામાં આવે છે અને જે બિરૂદો આપવામાં આવે છે એ મને ગમતા નથી. પૈસા કંપનીને જોખમ ઉઠાવવાની ક્ષમતા આપે છે. એને કારણે સહેજ મોકળાશ રહે છે.'

ભારતની સૌથી અમીર વ્યકિત મુકેશ અંબાણીએ જણાવ્યું હતુ કે 'વ્યકિતગત રીતે ઓછા લોકો એ બાબત જાણે છે કે સ્કૂલના દિવસોમાં અને આજે પણ હું પૈસા રાખતો નથી. કયારેય મારા ખિસ્સામાં રોકડા રૂપિયા કે ક્રેડિટ કાર્ડસ હોતા નથી. મારી સાથે જે કોઈ હોય એ મારા બિલ્સ ચૂકવે છે. એ બધુ ચાલ્યા કરે છે.'

(4:06 pm IST)