Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

સરકાર શિક્ષણ ખર્ચમાં ગુજરાત ૨૬માં ક્રમે કેમ?

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી મોદીને કર્યો સવાલઃ યુવાનોએ શું ભુલ કરી?

નવી દિલ્હી તા. ૨ : ગુજરાત ચૂંટણીમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે રાહુલ ગાંધી રોજ નરેન્દ્ર મોદીને ટ્વિટર પર સવાલ પૂછી રહ્યા છે. રાહુલ '૨૨ સાલોંકા હિસાબ, ગુજરાત માંગે જવાબ' નામથી ટ્વીટર પર સીરીઝ ચલાવી રહ્યા છે. સવાલોની આ સીરીઝમાં આજે રાહુલ ગાંધીએ પીએમ મોદીનો ચોથો સવાલ પૂછ્યો છે. રાહુલે પૂછ્યું, 'સરકારી શિક્ષણ પર ખર્ચમાં ગુજરાત દેશમાં ૨૬મા સ્થાન પર કેમ? યુવાનોએ શું ભૂલ કરી છે?'

 રાહુલની ટ્વીટ, 'સરકારી સ્કૂલ-કોલેજની કિંમત પર કર્યો શિક્ષણનો વેપાર, મોંઘી ફીથી પડી દરેક વિદ્યાર્થીને માર, New Indiaનું સપનું કેમ થશે સાકાર?' 'સરકારી શિક્ષણ પર ખર્ચમાં ગુજરાત દેશમાં ૨૬માં સ્થાન પર કેમ? યુવાનોએ શું ભૂલ કરી છે?'

'૨૦૦૨-૧૬ના વચ્ચે ૬૨,૫૪૯ કરોડની વીજળી ખરીદીને ૪ ખાનગી કંપનીઓના ખિસ્સાં કેમ ભર્યાં?' 'વીજળીના સરકારી કારખાનાંઓની ક્ષમતા ૬૨% ઘટાડી પણ ખાનગી કંપની પાસેથી ૩ રૂ.યુનિટની વીજળી રૂ.૨૪માં કેમ ખરીદી? જનતાની કમાણી કેમ લૂંટાવી?'

 '૧૯૯૫માં ગુજરાત પર દેવું- ૯૧૮૩ કરોડ. ૨૦૧૭માં ગુજરાત પર દેવું- ૨,૪૧,૦૦૦ કરોડ. એટલે કે દરેક ગુજરાતી પર રૂ.૩૭,૦૦૦નું દેવું.' 'તમારા નાણાકીય ગેરવહીવટ અને પબ્લિસિટીની સજા ગુજરાતની જનતા શા માટે ચૂકવે?' '૨૦૧૨માં વચન આપ્યું કે ૫૦ લાખ નવા ઘરો આપશે. ૫ વર્ષોમાં બનાવ્યા ૪.૭૨ લાખ ઘરો.' 'પ્રધાનમંત્રીજી એ જણાવો કે આ વચન પૂરું કરવામાં હજુ બીજાં ૪૫ વર્ષ લાગશે?'

 

(4:03 pm IST)