Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

તમારા વિજળીનું બીલ વધશે?

પર્યાવરણ અંગેની ગાઇડ લાઇન્સને લાગુ કરવાનો ખર્ચ પાવર પ્લાન્ટસ કન્ઝયુમર્સ પર નાખશે

નવી દિલ્હી તા. ર :.. થોડાક સમયમાં જ તમારા વિજળીનું બીલ વધી શકે છે. કેન્દ્ર સરકાર પાવર પ્લાન્ટસ દ્વારા ઇન્વાઇરનમેન્ટલ નોર્મ્સને પુરું કરવા માટે ખરીદેલા ઇકિવપમેન્ટસના કોસ્ટની ચુકવણીનો બોઝ કન્ઝયુમર્સ પર નાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. જો આવું બન્યુ તો દેશભરના કન્ઝયુમર્સની વિજળી માટે વધુ બિલ ચુકવવું પડશે. સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ઇલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશનની સાથે મળીને આ સંદર્ભેમાં એક એડવાઇઝરી બહાર પાડશે. ઉર્જા મંત્રાલય આ અંગે પાવર રેગ્યુલેટરની સલાહ લેશે.વિજળી ઉત્પાદન કરતી કંપનીઓએ તેના માટે ઉર્જામંત્રાલય અને સેન્ટ્રલ ઇલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશન પાસેથી સંમતિ માંગી છે. પર્યાવરણ નોર્મ્સને પુરા કરવા માટે પ્રતિ મેગાવોટ ૭૦ લાખથી ૧ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ આવવાનો અંદાજ છે. આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો વિજળીના ટેરીફમાં પ્રતિ યુનિટ ર૦-૩૦ પૈસાનો વધારો થશે.

 

(3:53 pm IST)