Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

નેપાળની ચૂંટણીને લોહીના રંગે રંગવાનું ષડયંત્ર નિષ્ફળઃ મોતનો સામાન મળ્યો

બે શખ્સોની થઈ ધરપકડ

કાઠમાંડુ, તા.૨ : નેપાળમાં આજે બે ભારતીય નાગરિકોને વિસ્ફોટકોની હરફર કરવાના આરોપ હેઠળ પકડવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે, નેપાળમાં કેન્દ્ર તેમજ સ્થાનિક સરકારની ચૂંટણીન૨ો બીજો તબક્કો યોજાય ત્યારે વિસ્ફોટ કરીને પ્રજા અને ઉમેદવારોમાં આતંક ફેલાવવા માટે આ બન્ને નેપાળમાં પ્રવેશ્યા છે.

બાતમીના આધારે પોલીસે એક બસને અટકાવીને ચેક કરતા તેમાંથી બન્ને ભારતીયો ઝડપાયા હતા. પૃથ્વી હાઈવે પર ખાનિખોલામાં બસ ચેક કરતા તેઓ ઝડપાયા હતા. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, બસમાંથી બે લિટરનું એક વાયર ફિટ કરેલું પ્રેશરકુકર અને તેમાં પેક કરેલા બે સોકેટ બોંબ સહિતની સામગ્રી પણ બસમાંથી ઝડપાઈ છે. જે આ બન્નેની હોવાની શંકા વ્યસ્ત કરાઈ છે.

પોલીસનું માનવું છે કે, આ સામગ્રી કાઠમાંડુમાં લાવવામાં આવતી હતી. જેના વિસ્ફોટથી મતદારો અને ઉમેદવારોમાં એક ભયનું વાતાવરણ પેદા થાય. લોકો મતદાન કરવા જતા બીવે અને મતદાનની ટકાવારી નીચી રહે. બસ કાકરભિતાથી કાઠમાંડુ આવી રહી હતી. પોલીસે તપાસ ચાલુ હોવાથી આરોપીઓની ઓળખ આપવા ઈન્કાર કર્યો હતો. નેપાળમાં ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. જયારે રાજધાની કાઠમાંડુ સહિત ૪૫ જિલ્લામાં ૭મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.

 

(3:52 pm IST)