Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

યુપીમાં ભવ્ય વિજયથી ભાજપને ગુજરાતમાં ફાયદો થશે

બે વર્ષમાં દેશના અનેક રાજ્યોની સ્થાનિક ચૂંટણીમાં જોવા મળ્યો આ ટ્રેન્ડઃ ગુજરાતમાં ભાજપના પ્રચારમાં આવ્યું બમણુ઼ જોર

નવી દિલ્હી તા. ૨ : ઉત્ત્।રપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે બોલાવેલા સપાટાની સૌથી મોટી અસર આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી પર પડી શકે છે. રાજયમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને હાર્દિક-અલ્પેશ-જીગ્નેશ આ ત્રણથી ઘેરાયેલા ભાજપ માટે આ જીત ડુબતા માટે તરણું બની આવી હોય તેમ છે. ગુજરાતમાં ભાજપના પ્રચારને આ ભવ્ય જીતથી બમણો ટેકો મળશે.

ચૂંટણી પરીણામો મુજબ ૧૬ પૈકી ૧૪ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભગવો ફરકયો છે. આ સાથે જ ફરી એકવાર કેસરીયા પાર્ટી લોકપ્રિયતાની પરીક્ષામાં પાસ થઈ છે. તેમજ પાછલા બે વર્ષોમાં દેશના જે પણ રાજયોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે તેમાં ભાજપનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. જેમ કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્ત્િ।સગઢ, દિલ્હી અને હિમાચલ પ્રદેશ. જયારે ઓડિશા અને બેંગલુરુ ખાતે પણ ભાજપ સારુ પ્રદર્શન કરી શકયો છે. તો બીજી બાજુ કોંગ્રેસનું પ્રદર્શન વધુને વધુ કથળી રહ્યું છે સીવાય કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેમને જીત મળી છે. જયારે ઉત્ત્।ર દેશમાં આ વખતે ગાંધી-નહેરુ પરીવારના પરંપરાગત વિધાનસભા ક્ષેત્રમાં અમેઠીમાં પણ નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ કારમી હાર મેળવી છે.

યૂપી પરીણામોથી પ્રોત્સાહીત રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તાત્કાલીક જ કોંગ્રેસ પર ટોન્ટ મારતા કહ્યું હતું કે 'કોંગ્રેસ આવે છે'પરંતુ તેમની પરંપરાગત બેઠક પરથી તો નામ જ ભૂંસાઈ ગયું છે.જયારે ભાજપના અન્ય નેતાઓએ પણ કોંગ્રેસ વિરુદ્ઘ ટોન્ટ મારવામાં બાકી રાખ્યું નહોતું. ઉત્ત્।રપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, 'અમેઠીમાં હારનારા ગુજરાત જીતવાનું સપનું જુવે છે.' જયારે અરુણ જેટલીએ કહ્યું હતું કે આ દર્શાવે છે કે દેશની સામાન્ય જનતા જીએસટી જેવા મોટા રિફોર્મને સપોર્ટ કરે છે.

નગર નિગમની ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત બાદ ખુદ પીએમ મોદીએ યોગી આદિત્યનાથને આ વિજય માટે શુભકામનાઓ આપી છે. નગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પીએમએ ટ્વીટ કરતા લખ્યું કે, વિકાસની આ દેશમાં એકવાર ફરીથી જીત થઈ છે. ઉત્ત્।ર પ્રદેશ નગર પાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે પ્રદેશની જનતાનો ખૂબ-ખૂબ ધન્યવાદ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને પાર્ટીના દરેક કાર્યકર્તાઓને ખૂબ શુભકામનાઓ. આ જીત અમને જન કલ્યાણની દિશામાં હજુ વધારે મેહનત કરવા માટે પ્રેરિત કરશે.

યુપીમાં મળેલી આ જીતને ભાજપ ૨૦૧૯માં પોતાની ભવ્ય જીત માટે આશાવાદી દર્શાવી રહ્યો છે. તો દેશની અર્થવ્યવસ્થામાં આવેલા સુધાર અને GDP વધવાને સારો સંકેત ગણી રહ્યું છે. રાજકીય પંડિતોનું માનવું છે કે અર્થતંત્રમાં આવેલ સ્થિરતા ફરી એકવાર ભાજપને પોતાનો મુદ્દો સાચો ઠેરવવાની તક આપશે અને પાટીદાર તથા દલિત આંદોલનો છતા ભાજપને ફાયદો કરાવશે.

 

(11:29 am IST)