Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશને કરે એટલી સભા કરવા દો

ગુજરાત બીજેપીને આ પ્રકારની સુચના મોદી ટીમમાંથી મળી ગઇ છે અને આવી સુચના આપવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે બીજેપી આ ઇલેકશનમાં મતોનું ધ્રુવીકરણ જોઇ રહી છે

નવી દિલ્હી તા.૨ : ગુજરાત વિધાનસભાના ઇલેકશનની સ્ટ્રેટેજી દરરોજ બદલાય છે અને બદલાયેલી સ્ટ્રેટેજી સાથે બીજેપી અને કોંગ્રેસ કામ કરી રહી છે. આ સ્ટ્રેટજીમાં છેલ્લા એક વીકથી નાવી જ દિશામાં વિચારવાનું શરૂ થયું છે અને એ વિચાર મુજબ જ નરેન્દ્ર મોદીની ટીમ દ્વારા ગુજરાત બીજેપીને એવી સુચના આપી દેવામાં આવી છે કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર કે પછી જીજ્ઞેશ મેવાણી જેટલી સભાઓ કરે એટલી તેમને કરવા દો, લાભ બીજેપીને જ થવાનો છે. હકીકત એ છે કે બીજેપી આ ત્ર કમ્યુનિટીના આંદલનને લીધે મતોના ધ્રુવીકરણનો લાભ જોઇ રહી છે. બીજેપીના એક નેતાએ કહ્યું હતું કે 'પાટીદાર, ઓબીસી અને દલિત નેતાઓએ જે પ્રકારે છેલ્લા અઢી વર્ષમાં આંદોલન ચલાવ્યું છે એ જોઇને હવે બીજી બધી કમ્યુનિટી થાકી ગઇ છે. આ નેતાઓ જેટલુ વધારે બોલે છે એટલા એ બધા બીજેપી તરફ વધુ ઝુંકે છે અને એ જ કરવાની અત્યારે નીતિ છે.'

આ ત્રણ કમ્યુનિટીમાં પાટીદારોનું આંદોલન સૌથી ઉગ્ર છે પણ એવું માનવાની જરૂર નથી કે ગુજરાત ભરના પાટીદારો આ આંદોલન સાથે હોય. કોર કમિટીમાં જોડાયેલા અને ઉત્તર પ્રદેશના ઇલેકશનમાં બીજેપી માટે એકિટવ રોલ કરનારા બીજેપીના એક નેતાએ કહ્યું હતું કે 'સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ, અમરેલી, મહેસાણા અને આશિંક રીતે ભાવનગર એમ આ સાત જીલ્લાના પાટીદારોમાંથી પણ અમુક પાટીદારો જ આંદોલન સાથે જોડાયેલા છે આ જીલ્લાનાં જે પાટીદારો દક્ષિણ ગુજરાતમાં સેટ થયા છે એ તેમને ત્યાં સપોર્ટ કરે છે, પણ એમ છતાં બધા પાટીદારોની વાત નથી અને અન્ય જીલ્લાના પાટીદારો પહેલા પણ આંદોલન સાથે હતા નહી અને અત્યારે પણ છે નહી. આ વિસ્તારના પાટીદારોની ગણતરી કરો તો એ હાર્ડલી બારથી પચીસ ટકા જેટલા મતો છે. પણ એ સિવાયના ૭૫થી ૯૦ ટકા અન્ય કમ્યુનિટીના લોકો છે જેમના મતોના ધ્રવીકરણનો સીધો લાભ બીજેપીને મળશે અને એટલે હવે સ્પષ્ટ રીતે દેખાય છે કે બીજેપી આ વખતે ૧૩૫થી ૧૫૦ સીટ સુધી પહોંચી શકે છે.'

મતોના આ ધ્રુવીકરણની સ્ટ્રટેજી બીજેપી માટે નવી નથી. ઉતર પ્રદેશની વિધાનસભા ઇલેકશનમાં આ જ ધ્રુવીકરણનો લાભ બીજેપીએ લીધો હતો અને ગઇ કાલે નગરપાલિકાના ઇલેકશનમાં પણ આ જ બેનિફિટ મળ્યો છે.

(11:27 am IST)