Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

‘‘મહાકુંભ અભિષેકમ'' : યુ.એસ.માં મિનાક્ષી મંદિર, ગ્રેટર હયુસ્‍ટન ખાતે ૨૩ નવેં. ના રોજ ઉજવાઈ ગયેલા ઉત્‍સવમાં ૪ હજાર ઉપરાંત ભાવિકો ઉમટી પડયા : હેલિકોપ્‍ટરમાંથી પુષ્‍પ વર્ષા કરાઈ : શોભાયાત્રા, અભિષેક, પૂજાવિધિ, તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોથી ભાવિકો ભાવવિભોર

હયુસ્‍ટન : યુ.એસ.ના હયુસ્‍ટનમાં આવેલા મિનાક્ષી ટેમ્‍પલમાં ૨૩ નવેં. ૨૦૧૭ના રોજ મહાકુંભ અભિષેકમ ઉત્‍સવ યોજાઈ ગયો. જેમાં ૪૦૦૦ ભાવિકો ઉમટી પડયા હતાં. તથા ચાંદીના કળશમાં રાખવામાં આવેલા પવિત્ર જલ વડે મહા અભિષેક કરાયો હતો. શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. તથા હેલિકોપ્‍ટરમાંથી પુષ્‍પવર્ષા કરાઈ હતી. ટેમ્‍પલ રીનોવેશન પ્રોજેક્‍ટ હાથ ધરાયો હતો.

અભિષેક તથા પૂજા વિધિમાં ૩૦ પૂજારીઓ જોડાયા હતાં. સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતાં. તેવું ત્‍ખ્‍ફ દ્વારા જાણવા મળે છે.

 

(11:08 pm IST)