Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોદીઍ ગુલામ નબી આઝાદની પણ આ રીતે પ્રશંસા કરી હતી, પછી શું થયુ તે બધા જાણે છે : સચિન પાયલોટના પ્રહારો

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રીના અશોક ગેહલોત ઉપર આક્ષેપ

નવી દિલ્હી તા.૨ : રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે મુખ્યમંત્રી અશોક ગહેલોત પર ફરી પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીઍ ગહેલોતની જે રીતે પ્રશંસા કરી તેની પર કટાક્ષ કરતા પાયલોટે કહ્ના કે મોદીઍ ગુલામ નબી આઝાદની પણ આ રીતે પ્રશંસા કરી હતી, પછી શું થયુ બધા જાણે છે. પાયલોટના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ગહેલોતે સલાહ આપતા કહ્ના કે તેમણે આ રીતના નિવેદન ના કરવા જોઇઍ.
જયપુરમાં સચિન પાયલોટે કહ્ના- વડાપ્રધાને કાલે જે રીતની પ્રશંસા કરી, હું સમજુ છુ, તે કાલનું મોટુ રસપ્રદ ડેવલપમેન્ટ છે. આ રીતે વડાપ્રધાને સદનની અંદર ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી હતી, તે પછી શું ઘટનાક્રમ બન્યો, તે આપણે બધાઍ જોયો છે.
પાયલોટે કહ્ના- ૩ લોકોને નોટિસ આપવામાં આવી છે, નોટિસ પછી આ જાણકારીમાં આવ્યુ છે કે જવાબ આપવામાં આવ્યા છે. અમારી પાર્ટી અનુશાસિત છે, આ પાર્ટીમાં આપણા બધા માટે નિયમ-કાયદા બરાબર છે. નોટિસ પર પણ નિર્ણય લેવો જોઇઍ, કાયદો, અનુશાસન બધા પર લાગુ છે. ખડગેજીઍ પદભાર સંભાળ્યો છે, ઍવુ તો બની ના શકે કે અનુશાસનહીનતા માનવામાં આવી હોય અને તેની પર નિર્ણય ના લેવામાં આવે.
બાંસવાડાના માનગઢ ધામમાં યોજાયેલી સભામાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પીઍમ મોદીઍ સ્ટેજ શેર કર્યો હતો. વડાપ્રધાન મોદીઍ મુખ્યમંત્રી ગહેલોતને મુખ્યમંત્રીઓમાં સીનિયર ગણાવતા ઍક રીતે તેમની પ્રશંસા કરી હતી. ગહેલોત અને પીઍમ મોદીઍ માનગઢમાં ૧૦ મિનિટ સુધી ઍકલા ચર્ચા પણ કરી હતી. પીઍમ મોદીઍ કહ્ના હતુ- અશોકજી અમારા સૌથી સીનિયર મુખ્યમંત્રી છે, અમે સાથે કામ કરી ચુક્યા છીઍ.
સચિન પાયલોટે અશોક ગહેલોત પર પ્રથમ વખત સીધો પ્રહાર કર્યો છે. અત્યાર સુધી પાયલોટ સમર્થક જ ગહેલોત જૂથને ઘેરતા રહ્ના છે. આજે પ્રથમ વખત સચિન પાયલોટે તેમની તુલના ગુલામ નબી આઝાદ સાથે કરી દીધી હતી. સચિન પાયલોટના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયુ કે કોંગ્રેસમાં હવે ખેચતાણ વધશે. આ નિવેદન ઍવા સમયે આવ્યુ છે જ્યારે રાજકીય વિવાદ વચ્ચે જવાબદાર નેતા વિરૂદ્ધ ઍક્શનની રાહ જોવામાં આવી રહી છે.

(4:19 pm IST)