Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

કાર-ડમ્‍પર વચ્‍ચે જોરદાર ટક્કર : ૫ના મોત : ૩ ઘાયલ

મધ્‍યપ્રદેશમાં ભીષણ અકસ્‍માત

ભોપાલઃ મધ્‍યપ્રદેશના મુરૈના જીલ્લામાં ભીષણ માર્ગ અકસ્‍માતમાં ૫ લોકોના મોત થયા છે. જ્‍યારે ૩ ગંભીર રીતે ઘાયલ થતા ગ્‍વાલીયર હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ. ઘટનાની વિગત મુજબ બોલેરો કારમાં કેટલાક લોકો ગ્‍વાલીયરથી પરત ફરી રહયા હતા. ત્‍યારે પાછળથી અનિયંત્રિત ડમ્‍પરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્‍માત એટલો જોરદાર હતો કે બોલેરોના કુરચા ઉડી ગયેલ. પોલીસે તપાસ આદરી છે.

(3:52 pm IST)