Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

પેટ્રોલ - ડિઝલમાં બે રૂપિયા ઘટશે

આમ આદમીને મળશે રાહત : ગુજરાત ચૂંટણી પહેલા જાહેરાત સંભવ : આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવમાં ઘટાડો થયો છે : રીટેલ વિક્રેતાઓના માર્જીન સકારાત્મક રહેતા મળશે રાહત

નવી દિલ્હી, તા.૨: પેટ્રોલ-ડીઝલના ભાવમાં લોકોને ટૂંક સમયમાં મોટી રાહત મળી શકે છે. આગામી દિવસોમાં આ ઉત્પાદનોની કિંમતોમાં પ્રતિ લિટર ૨ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ માટે આ મોટી રાહત હશે. કિંમતોમાં આ ઘટાડો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થવાનો અવકાશ છે કારણ કે હવે રિટેલર્સનું માર્જિન પોઝિટિવ બન્યું છે. રિપોર્ટ અનુસાર, રિટેલર્સનું માર્જિન પેટ્રોલ પર પ્રતિ લિટર ૬ રૂપિયા પોઝિટિવ આવ્યું છે. ઍવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં ડીઝલ પર ૧૦ રૂપિયાની અંડર-રિકવરી ઘટી જશે. છેલ્લા સાત મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે, ૨૨ મેથી સરકારે પેટ્રોલ પરની સેન્ટ્રલ ઍક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે રૂ.૮ અને રૂ.૬નો ઘટાડો કરવામાં આવ્યો હતો.

બુધવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે પેટ્રોલ ૯૬.૭૨ રૂપિયા અને ડીઝલ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્નાં છે. મુંબઈમાં પેટ્રોલ ૧૦૬.૩૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૪.૨૭ રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. આ સિવાય ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ૧૦૨.૬૩ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૯૪.૨૪ રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, બુધવારે કોલકાતામાં પેટ્રોલ ૧૦૬.૦૩ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૨.૭૬ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્નાં છે.

નોઈડામાં બુધવારે પેટ્રોલ ૯૬.૫૭ રૂપિયા અને ડીઝલ ૮૯.૯૬ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્નાં છે. ગુરુગ્રામમાં પેટ્રોલ ૯૭.૧૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૦.૦૫ રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. આ સિવાય ચંદીગઢમાં પેટ્રોલ ૯૬.૨૦ રૂપિયા અને ડીઝલ ૮૪.૨૬ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળે છે. તે જ સમયે, લખનૌમાં પેટ્રોલની કિંમત ૯૬.૫૭ રૂપિયા અને ડીઝલની કિંમત ૮૯.૭૬ રૂપિયા પ્રતિ લીટર છે.

(3:21 pm IST)