Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઓપરેશન: લશ્કરના કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર

અવંતીપોરામાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મુખ્તાર ભટ્ટ સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા:સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના બિજબેહરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. જયારે અવંતીપોરામાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મુખ્તાર ભટ્ટ સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સર્ચ ઓપરેશન ચાલુ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે (31 ઓક્ટોબર) કુપવાડા જિલ્લાના કેરન સેક્ટર (જુમાગુંદ વિસ્તાર)માં સેના દ્વારા એક પાકિસ્તાની આતંકવાદીને પણ ઠાર કરવામાં આવ્યો હતો.

  જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે  જણાવ્યું હતું કે પોલીસ પાકિસ્તાનમાંથી શસ્ત્રો અને માદક પદાર્થોની દાણચોરીને રોકી રહી છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની “નાપાક યોજનાઓ અને કૃત્યો” કોઈ છુપી વાત નથી, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરહદ પારથી ડ્રોન દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં હથિયારો, માદક દ્રવ્યો અને IED મોકલવાના પ્રયાસો કરવામાં આવ્યા છે

(12:00 am IST)